News Continuous Bureau | Mumbai
અદાણી ગ્રુપ હવે બીજા પોર્ટની માલિક બની ગયું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ એ શનિવાર, 1 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે તેણે કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (KPPL) ના સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કંપનીને આ એક્વિઝિશન માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી પહેલેથી જ મંજૂરી મળી ગઈ હતી. અગાઉ, અદાણી પોર્ટ્સની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા દ્વારા કરાઈકલ પોર્ટ માટેની બિડને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
અદાણી પોર્ટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે NCLTએ તેના નાણાકીય લેણદારોને રૂ. 14.85 બિલિયન ($181 મિલિયન) ચૂકવવાની તેની યોજનાને મંજૂરી આપી છે. કરાઈકલ બંદર એ પુડુચેરીમાં આવેલું એક ઓલ વેધર ડીપ સી બંદર છે. તેની માલવાહક ક્ષમતા લગભગ 21.5 મિલિયન ટન છે. નાણાકીય વર્ષ 2022-23માં કરાઈકલ બંદરે 10 મિલિયન ટન કાર્ગોનું પરિવહન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર! કેન્દ્ર સરકાર UPI પેમેન્ટ પર વસૂલી શકે છે આટલો ચાર્જ, જાણો સંપૂર્ણ વિગતો
આ પ્રસંગે બોલતા, અદાણી પોર્ટ્સના સીઈઓ અને હોલ-ટાઇમ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, કરાઈકલ પોર્ટના અધિગ્રહણ સાથે, અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ હવે દેશમાં કુલ 14 બંદરોનું સંચાલન કરશે. અમે આગામી 5 વર્ષમાં બંદરની ક્ષમતા બમણી કરવા અને તેને બહુહેતુક બંદર બનાવવા માટે કન્ટેનર ટર્મિનલ ઉમેરવાનું વિચારી રહ્યા છીએ.
અદાણી પોર્ટ્સના શેર દબાણ હેઠળ
કરાઈકલ પોર્ટનું અધિગ્રહણ એવા સમયે થયું છે જ્યારે અદાણી ગ્રુપ અમેરિકન શોર્ટ સેલર-ફર્મના અહેવાલોને પગલે રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. ત્યારથી અદાણી પોર્ટ્સના શેરની સાથે અદાણી ગ્રુપના અન્ય શેરો પણ દબાણમાં આવી ગયા છે. કંપનીનો શેર NSE પર 0.74% ઘટીને શુક્રવારે 31 માર્ચે રૂ. 631.95 પર બંધ થયો હતો. આ વર્ષની શરૂઆતથી અદાણી ગ્રુપના શેરમાં લગભગ 23.15%નો ઘટાડો થયો છે.