News Continuous Bureau | Mumbai
શેરબજારમાં(ShareMarket) રોકાણ(Invest) કરનારા રાતોરાત લખપતી બને છે તો શેરબજારમાં રોકાણ કરનારા રાતોરાત રસ્તા પર પણ આવી ગયા હોવાના બનાવ બન્યા છે. દેશના ટોચના ઉદ્યોગપતિ(Top businessman of the country) ગૌતમ અદાણીની(Gautam Adani) કંપનીએ તેના રોકાણકારોને માલામાલ કરી નાખ્યા છે.
એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ અદાણી ગ્રુપ(Adani Group)ના લગભગ દરેક શેરે લાંબા સમયથી જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે અને રોકાણ પર મલ્ટિબેગર રિટર્ન (Multibagger returns) આપ્યું છે. જો તમારા પોર્ટફોલિયોમાં અદાણી પાવર(Adani Power), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises) નો કોઈ સ્ટોક હોય તો તમને પણ સારું રિટર્ન મળ્યું હશે..
આ ત્રણેય શેરોએ શુક્રવારે શરૂઆતી કારોબારમાં હાઈ રેકોર્ડ બનાવ્યો હતો. આ ત્યારે બન્યું જ્યારે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ત્રણેય શેરો ગેપઅપ સાથે ખુલ્યા હતા અને તેમની નવી ઊંચી સપાટી બનાવી હતી.
મિડિયા હાઉસના અહેવાલ મુજબ અદાણી પાવર લિમિટેડનો સ્ટોક સતત તેની નવી ઊંચી સપાટી બનાવી રહ્યો છે. આ સપ્તાહના છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં(trading session) અદાણી પાવરના શેરે રેકોર્ડ હાઈ બનાવ્યો છે. છેલ્લા ત્રણ સેશનમાં તેણે અપર સર્કિટ પર ક્લોઝિંગ આપ્યું છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો તે 250 ટકાથી વધુ રિટર્ન આપી રહી છે. તેવી જ રીતે આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 310 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. અદાણી પાવરે છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીમાં 440 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- UPI યુઝરોએ હવે આ કામ માટે ચૂકવવો પડશે ચાર્જ
મીડિયા હાઉસના અહેવાલ મુજબ અદાણી ટ્રાન્સમિશનની ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાઈ હતી. તેના શેર પણ ગેપઅપ સાથે ખુલ્યો હતો અને થોડા જ સમયમાં રૂ. 3,694 પર પહોંચીને તેની લાઇફ ટાઇમ હાઇ બનાવી હતી. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં આજે તેણે ત્રીજી વખત પોતાની જ ઊંચી સપાટી તોડી અને નવી ઊંચી સપાટી બનાવી હતી. શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને છેલ્લા એક મહિનામાં તેણે 21 ટકાનું વળતર આપ્યું છે. તેણે છેલ્લા 6 મહિનામાં લગભગ 95 ટકા વળતર આપ્યું છે. તે જ વર્ષે એટલે કે 2022માં તેણે રોકાણકારોને 110 ટકા નફો આપ્યો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો, તે ₹1,125 થી ₹3,694 થઈ ગઈ છે અને 225 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
અદાણી એન્ટરપ્રાઇઝમાં તેજી (Adani Enterprises) જોવા મળી રહી છે. આ મલ્ટીબેગર સ્ટોકે છેલ્લા સળંગ 6 સત્રોથી રેકોર્ડ હાઈ બનાવ્યો છે. શુક્રવારે પણ આ સ્ટોક ગેપઅપમાં ખુલ્યો અને રૂ. 3,258.90ની નવી ઊંચી સપાટી બનાવી છે. આ અઠવાડિયે આ શેરે 12 ટકા વળતર આપ્યું છે જ્યારે એક મહિનામાં તેણે 30 ટકાનો મોટો નફો આપ્યો છે. આ સ્ટોક છેલ્લા 6 મહિનામાં રૂ. 1,685 થી વધીને રૂ. 3,258 થયો છે. ટકાવારીમાં આ આંકડો 90 ટકાથી વધુ છે. તેણે છેલ્લા એક વર્ષમાં લગભગ 125 ટકા વળતર આપ્યું છે. તે રૂ. 1,430 થી વધીને રૂ. 3,258 થયો છે.
આ સમાચાર પણ વાંચો : આ એરલાઈન કંપની સપ્ટેમ્બર અંત સુધીમાં ભારતમાં ચાલુ કરશે વધુ સાપ્તાહિક ફ્લાઈટ- જાણો શું છે એરલાઈન્સનો પ્લાન
 
			         
			         
                                                        