News Continuous Bureau | Mumbai
Adani Row: અમેરિકામાં લાંચના આરોપ બાદ અદાણી ગ્રુપને વધુ એક આંચકો લાગ્યો છે. ગ્રૂપ સામેના આક્ષેપો બાદ કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેના બે મોટા કરારો રદ કરવાની જાહેરાત કરી છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ગુરુવારે ભારતના અદાણી જૂથ સાથે જોડાયેલા બે મોટા પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત કરી છે. બંને સોદા રૂ. 21,422 કરોડના હતા.
Adani Row: રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ પ્રસ્તાવ રદ્દ કરી દીધો
અદાણી ગ્રુપે કેન્યા સરકારને કેન્યાના મુખ્ય એરપોર્ટનું સંચાલન સંભાળવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. જેને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ રદ્દ કરી દીધો છે. આ સિવાય તેમણે એક મોટી એનર્જી ડીલ કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના સ્થાપકને દોષિત ઠેરવ્યા પછી આ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત ડીલનો હેતુ નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવાનો હતો, જે અંતર્ગત અદાણીએ બીજો રનવે ઉમેરવાનો અને પેસેન્જર ટર્મિનલને અપગ્રેડ કરવાનો હતો.
Adani Row: અદાણી જૂથ 30 વર્ષ સુધી એરપોર્ટનું સંચાલન કરવાનું હતું
કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું, આ નિર્ણય અમારી તપાસ એજન્સીઓ અને ભાગીદાર દેશો દ્વારા આપવામાં આવેલી નવી માહિતીના આધારે લેવામાં આવ્યો છે. જોકે તેમણે અમેરિકાનું નામ લીધું ન હતું. અદાણી ગ્રૂપ એક કરાર પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયામાં હતું. આ અંતર્ગત રાજધાની નૈરોબીમાં કેન્યાના મુખ્ય એરપોર્ટનું આધુનિકીકરણ કરવાનું હતું. વધારાની એરસ્ટ્રીપ અને ટર્મિનલ બનાવવાની હતી. બદલામાં, જૂથ 30 વર્ષ સુધી એરપોર્ટનું સંચાલન કરવા જઈ રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Exit Polls: મુંબઈની 36 બેઠકો પર કોણ કરશે રાજ, મહાયુતિ કે MVA… કોની બનશે સરકાર? આ સર્વેના આંકડા છે ચોંકાવનારા..
Adani Row: ડીલ બાદ કેન્યામાં વિરોધ
અદાણી ગ્રુપ સાથેની આ ડીલ બાદ કેન્યામાં વિરોધ થયો હતો. એરપોર્ટના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ કહ્યું કે આનાથી કામની સ્થિતિ વધુ ખરાબ થશે. કેટલાક કિસ્સાઓમાં, નોકરીઓ પણ જશે. અદાણી ગ્રૂપે પૂર્વ આફ્રિકાના ટ્રેડિંગ હબ કેન્યામાં પાવર ટ્રાન્સમિશન લાઇન બનાવવાનો સોદો પણ મેળવ્યો હતો. ઉર્જા પ્રધાન ઓપિયો વાન્ડેઇએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે સોદા પર હસ્તાક્ષર કરવામાં કેન્યા તરફથી કોઈ ‘લાંચ’ અને ભ્રષ્ટાચાર થયો નથી.