અદાણી ગ્રુપની ક્રિકેટ મેદાનમાં એન્ટ્રી, આ દેશમાં યોજાનારી T20 ક્રિકેટ લીગના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ ખરીદ્યાં; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

અદાણી ગ્રુપની(Adani group) પેટાકંપની(Peta company) અદાણી સ્પોર્ટ્સલાઈને(Adani sportsline) ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં(Cricket) પ્રવેશ કર્યો છે. 

અદાણી ગ્રુપે યૂએઈ(UAE) T20 લીગ ક્રિકેટ સ્પર્ધામાં ટીમની માલિકી તથા તેના સંચાલનના અધિકાર હાંસલ કર્યા છે. 

ભારતની આઈપીએલની(IPL) જેમ દુબઈમાં આવતા વર્ષના ફેબ્રુઆરી-મે દરમિયાન યૂએઈ T20 લીગ સ્પર્ધા રમાશે અને ત્યારબાદ એ દર વર્ષે રમાશે. 

એમિરેટ્સ(Emirates) ક્રિકેટ બોર્ડના(Cricket board) ઉપક્રમે આ સ્પર્ધા રમાશે. જેમાં છ ટીમ ભાગ લેશે અને સ્પર્ધા 34-મેચની હશે.

ક્રિકેટ રમતા તમામ દેશોમાંથી ટોચના ખેલાડીઓ(Players) જુદી જુદી ટીમો વતી રમે તેવી શક્યતા છે. 

આ સ્પર્ધામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance LTD), લેન્સર કેપિટલ, જીએમઆર ગ્રુપ(GMR group) અને કાપરી ગ્લોબલ કંપનીઓએ પણ એક-એક ટીમ ખરીદી છે.

આ સમાચાર પણ વાંચો :  RBI એ મુંબઈની આ કો-ઓપરેટિવ બેંકને ફટકાર્યો 58 લાખ નો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment