News Continuous Bureau | Mumbai
· ચેન્નાઈ અને નોઇડામાં આકાર લઇ રહેલા ૬૭ મેગાવોટ પોર્ટફોલિઓના નિર્માણ હેઠળના ડેટા સેન્ટર અદાણી કોનેક્ષ, અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) અને એજકોનેક્ષ (ECX) વચ્ચેના ૫૦:૫૦ના સંયુકત સાહસને ધિરાણ કરવા માટે આંતરરાષ્ટ્રીય બેંકોના સહયોગ સાથે યુએસડી ૨૧૩ મિલિયન સિનિયર ડેટ ફેસિલિટીનો અમલ કરે છે.
· ૨૦૩૦ સુધીમાં ૧ ગીગાવોટના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવા માટે નિર્ણાયક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે આ ધિરાણથી અદાણીકોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો આરંભ થાય છે.
· અદાણીની પૂર્ણપણે ઉર્જા વ્યવસ્થાપન,રિન્યુએબલ પાવર અને પ્રોજેક્ટ વિકાસમાં સંગીન કુશળતા સાથે એજકોનેક્ષના વ્યાપક ડેટા સેન્ટરની કુશળતા અને ઉદ્યોગ ટેક્નોલોજી સોલ્યુશન્સમાં મજબૂત નેતૃત્વ સાથેનો સમન્વય આ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિનો પથ કંડારવા માટે સજ્જ.
અમદાવાદ,૨૩ જૂન ૨૦૨૩: અદાણીકોનેક્ષ એ તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે યુએસડી ૨૧૩ મિલિયનનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોોતાની સૌ પ્રથમ બાંધકામ સુવિધા મારફત ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે.આ ટાઈ-અપ સુવિધા ૬૭ મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટરોને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-૧ કેમ્પસના પ્રથમ તબક્કાના ૧૭ મેગાવોટ અને ૫૦ મેગાવોટના નોઈડા કેમ્પસનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર! મુંબઈમાં 27 જૂન સુધી પ્રતિબંધ આદેશ જારી, શું છે કારણ?
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા ડેટા સેન્ટર બજારો પૈકીનું ભારત એક છે અને CRISILના અંદાજ મુજબ ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા નાણાકીય વર્ષ-૨૨માં ૮૪૦ મેગાવોટથી નાણાકીય વર્ષ-૨૦૨૫ સુધીમાં બમણી થઈને ૧૭૦૦-૧૮૦૦ મેગાવોટ થવાની ઉજળી ધારણા છે. ભરોસાપાત્ર આઇ.ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણીકોનેક્ષ ૧ ગીગાવોટનું ગ્રીન ડેટા સેન્ટર પ્લેટફોર્મ બનાવવાના મિશન સાથે મૂડી રોકાણ કરી રહ્યું છે, જે સમગ્ર દેશમાં હાઈપરસ્કેલથી હાઈપરલોકલ ડેટા સેન્ટરમાં રોકાણ દ્વારા સક્ષમ છે.
અદાણીકોનેક્ષ માટે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથેના ફ્રેમવર્ક કરાર મારફત આખરી ઓપ આપવામાં આવેલ પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ વિકાસ એજન્ડાને સંસ્થાકીય બનાવશે. આઇએનજી બેંક એન.વી., મિઝૂહો બેક લિ., એમયુએફજી બેંક લિ, નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિટસૂઇ બેંકીંગ કોર્પોરેશન આ સુવિધા માટે પ્રતિબદ્ધ છે.
અદાણી કોનેક્ષના ચીફ એક્ઝીકયુટિવ ઓફિસર શ્રી જયકુમાર જનકરાજે જણાવ્યું હતું કે, નિર્માણ સુવિધા એ અદાણી કોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો ચાવીરુપ ઘટક છે, જે કંપનીને ૨૦૩૦ સુધીમાં ૧ ગીગાવોટના વિશ્વસનીય અને ટકાઉ ડેટા સેન્ટરની ક્ષમતાએ સમયસર પહોંચાડવાનો માર્ગ પૂરો પાડે છે. આ સિદ્ધિ કંપનીની પરિવર્તનશીલ પહેલને વિકસાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે.
અદાણીકોનેક્ષ કંપનીના બોર્ડમાં અદાણીના પ્રતિનિધિ ડિરેક્ટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, અમે સમગ્ર ભારતમાં ડેટા સેન્ટરનું પ્લેટફોર્મ પહોંચાડવા માટે સંકલ્પબધ્ધ છીએ. આ સુવિધા કાર્બન ન્યુટરલ ફૂટપ્રિન્ટ તરફ નિશાન તાકીને સ્વચ્છ અને લાંબા ગાળાના રીન્યુએબલ એનર્જીના ઉકેલો વિતરિત કરીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિ આપવા માટે એકંદર અમલીકરણ ફિલસૂફીને પ્રોત્સાહિત કરશે. એજકોનેક્ષની વ્યાપક ડેટા સેન્ટર કુશળતા અને ઉદ્યોગ-ટેક્નોલોજી સોલ્યુશન્સના અગ્રણીના રુપમાં સંપૂર્ણ સ્ટેક એનર્જી મેનેજમેન્ટમાં અદાણીની કુશળતા સાથે સંકળાયેલું છે.
આ સમાચાર પણ વાંચો: 26/11નો હિસાબ થશે, જૈશ અને લશ્કરના આતંકવાદીઓ સાફ થશે, વાંચો ભારત-અમેરિકાએ આતંકવાદ સામે શું કહ્યું
અદાણી કોનેક્ષના ડિરેક્ટર અને એજકોનેક્ષના ચીફ ઓપરેટીંગ ઓફિસર અને સહ સ્થાપક એડમન્ડ વિલ્સને જણાવ્યું હતું કે અમે બેન્કિંગ ભાગીદારોને અદાણીકોનેક્ષ સાથેની તેમની ભાગીદારીને આવકારીએ છીએ. અમે ભારતમાં અદાણી સાથેની અમારી એકંદર સફરને લઈને ઉત્સાહિત છીએ જેણે એક મજબૂત અમલીકરણ યોજના અને જબરદસ્ત ગ્રાહક પાઈપલાઈન સાથે શરૂઆત કરી છે જે અદાણીકોનેક્સને સમગ્ર ભારતમાં અગ્રણી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તરીકે ઝડપથી સ્થાપિત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કૂશળ અનુભવી પુુરવાર થયેલા અદાણીના અનુભવ અને એજકોનેક્ષ ડેટા સેન્ટરના વિક્રમનો સમન્વય સાધીને અમે ડિજિટલ ક્રાંતિ લાવવા એક અભિન્ન અને મુખ્ય ભૂમિકા અદા કરવા આતુર છીએ
આ કન્સ્ટ્રક્શન ફેસિલિટી તામિલનાડુમાં ચેન્નાઈ અને ઉત્તર પ્રદેશના નોઈડા મળી બે ડેટા સેન્ટર પ્રોજેક્ટને ધિરાણ આપે છે, જેમાં કસ્ટમાઈઝ્ડ એન્ટરપ્રાઈઝ કોલોકેશન ઓફરિંગ અને હાઈપરસ્કેલ સોલ્યુશન્સ સમાવિષ્ટ છે.. પ્રથમ તબક્કામાં ૧૭ મેગાવોટ ડેટા સેન્ટરની ક્ષમતા ધરાવતું ચેન્નઈ ૧ કેમ્પસ તમિલનાડુનું પ્રથમ પ્રી-સર્ટિફાઇડ IGBC પ્લેટિનમ રેટેડ ડેટા સેન્ટર છે જે એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં કસ્ટમાઇઝ્ડ કોલોકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ભારતમાં હાઇપરસ્કેલ ગ્રાહકોની વ્યૂહાત્મક વિસ્તરણ જરૂરિયાતોને ટેકો આપવા માટે ૫૦ મેગાવોટની ક્ષમતા સાથે નિર્માણાધીન નોઇડા કેમ્પસનો અમલ કરવામાં આવી રહ્યો છે.
આઇએનજી બેંક એન.વી, મિઝુહો બેંક લિ., એમયુએફજી બેંક લિ.,નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિટસુઇ બેંકીગ કોર્પોરેશનએ મેન્ડેટેડ લીડ એરેન્જર, બુકરનર (MLAB) તરીકે કામ કર્યું હતું. અન્ય ભાગીદારોમાં, એલન એન્ડ ઓવેરી અને સરાફ એન્ડ પાર્ટનર્સ બોરોઅરના ધારાશાસ્ત્રીઓ તરીકે હતા.લેન્ડર્સના ધારાશાસ્ત્રી તરીકે ક્લીફોર્ડ ચાન્સ અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા