News Continuous Bureau | Mumbai
Adar Poonawalla London House: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ( SII ) ના સીઈઓ અદાર પૂનાવાલા ( Adar Poonawalla ) એ લંડન ( London ) ના સૌથી મોંઘા ઘર ( expensive house ) પર દાવ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા ઘરની કિંમત ₹1,446 કરોડ છે અને તેને વર્ષ 2023ના સૌથી મોંઘા ઘર તરીકે જોવામાં આવી રહ્યું છે. તેનું સ્થાન લંડનના પ્રખ્યાત હાઇડ પાર્કની નજીક છે અને તે એબરકોનવે હાઉસના ( Aberconway House) નામથી જાણીતું છે.અદાર પૂનાવાલા પરિવારની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SII ) ની યુકેની પેટાકંપની સીરમ લાઈફ સાયન્સીસ દ્વારા લગભગ સદી જૂનું મકાન હસ્તગત કરવામાં આવશે. સીએનબીસીએ આ ડીલની પુષ્ટિ કરી છે.
આ લંડનનો બીજો સૌથી મોટો હાઉસિંગ સોદો છે. લંડનમાં સૌથી મૂલ્યવાન હાઉસિંગ ડીલ ( housing deal ) જાન્યુઆરી 2020માં થઈ હતી. આ ડીલ હેઠળ 2-8A રટલેન્ડ ગેટ 210 મિલિયન પાઉન્ડમાં વેચવામાં આવ્યો હતો. તેના વાસ્તવિક ખરીદદાર એવરગ્રાન્ડના સ્થાપક અને ચેરમેન હુઇ કા યાન ( Hui Ka Yan ) હોવાનું બહાર આવ્યું છે. Evergrande એ જ ચીની કંપની છે જેણે પોતાને નાદાર જાહેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mahadev App : EDને મળી મોટી સફળતા… બહુચર્ચિત મહાદેવ બેટિંગ એપ કેસમાં માલિક રવિ ઉપ્પલની દુબઈમાં કરાઈ અટકાયત … ભારત લાવવાની તૈયારીઓ બની તેજ..
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ વેક્સીન બનાવી છે…
અદાર પૂનાવાલાની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ વેક્સીન બનાવી છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિકાસશીલ દેશો માટે ઓછી કિંમતની રસીઓનું ઉત્પાદન કરીને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક બની છે. આ સંસ્થાએ ઓરી, પોલિયો અને ટિટાનસની રસી પણ બનાવી છે. તમને જણાવી દઈએ કે અદારના પિતા અબજોપતિ સાયરસ પૂનાવાલાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. સાયરસ પૂનાવાલાની સંપત્તિ 16.8 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સાયરસ પૂનાવાલા અબજોપતિઓની રેન્કિંગમાં 108માં સ્થાને છે.