Site icon News Continuous Bureau | Mumbai

Adar Poonawalla London House: હવે લંડનનું સૌથી મોંઘુ ઘર એક ભારતીયનું… 1400 કરોડ નું ઘર કોણે ખરીદ્યું? જાણો વિગતવાર અહીં.

Adar Poonawalla London House: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ લંડનના સૌથી મોંઘા ઘર પર દાવ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા ઘરની કિંમત ₹1,446 કરોડ છે અને તેને વર્ષ 2023ના સૌથી મોંઘા ઘર તરીકે જોવામાં આવી રહ્યું છે..

Adar Poonawalla London House Now the most expensive house in London belongs to an Indian…Who bought a house worth 1400 crores

Adar Poonawalla London House Now the most expensive house in London belongs to an Indian…Who bought a house worth 1400 crores

 News Continuous Bureau | Mumbai

Adar Poonawalla London House: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ( SII ) ના સીઈઓ અદાર પૂનાવાલા ( Adar Poonawalla ) એ લંડન ( London ) ના સૌથી મોંઘા ઘર ( expensive house ) પર દાવ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા ઘરની કિંમત  ₹1,446 કરોડ છે અને તેને વર્ષ 2023ના સૌથી મોંઘા ઘર તરીકે જોવામાં આવી રહ્યું છે. તેનું સ્થાન લંડનના પ્રખ્યાત હાઇડ પાર્કની નજીક છે અને તે એબરકોનવે હાઉસના ( Aberconway House)  નામથી જાણીતું છે.અદાર પૂનાવાલા પરિવારની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SII ) ની યુકેની પેટાકંપની સીરમ લાઈફ સાયન્સીસ દ્વારા લગભગ સદી જૂનું મકાન હસ્તગત કરવામાં આવશે. સીએનબીસીએ આ ડીલની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Channel

આ લંડનનો બીજો સૌથી મોટો હાઉસિંગ સોદો છે. લંડનમાં સૌથી મૂલ્યવાન હાઉસિંગ ડીલ ( housing deal ) જાન્યુઆરી 2020માં થઈ હતી. આ ડીલ હેઠળ 2-8A રટલેન્ડ ગેટ 210 મિલિયન પાઉન્ડમાં વેચવામાં આવ્યો હતો. તેના વાસ્તવિક ખરીદદાર એવરગ્રાન્ડના સ્થાપક અને ચેરમેન હુઇ કા યાન ( Hui Ka Yan ) હોવાનું બહાર આવ્યું છે. Evergrande એ જ ચીની કંપની છે જેણે પોતાને નાદાર જાહેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Mahadev App : EDને મળી મોટી સફળતા… બહુચર્ચિત મહાદેવ બેટિંગ એપ કેસમાં માલિક રવિ ઉપ્પલની દુબઈમાં કરાઈ અટકાયત … ભારત લાવવાની તૈયારીઓ બની તેજ..

 સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ વેક્સીન બનાવી છે…

અદાર પૂનાવાલાની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ વેક્સીન બનાવી છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિકાસશીલ દેશો માટે ઓછી કિંમતની રસીઓનું ઉત્પાદન કરીને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક બની છે. આ સંસ્થાએ ઓરી, પોલિયો અને ટિટાનસની રસી પણ બનાવી છે. તમને જણાવી દઈએ કે અદારના પિતા અબજોપતિ સાયરસ પૂનાવાલાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. સાયરસ પૂનાવાલાની સંપત્તિ 16.8 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સાયરસ પૂનાવાલા અબજોપતિઓની રેન્કિંગમાં 108માં સ્થાને છે.

Daily SIP Investment રોજના માત્ર 100 રૂપિયાની બચત તમને બનાવી શકે છે ‘કરોડપતિ’ જાણો SIP નો જાદુઈ ફોર્મ્યુલા
India’s Forex Reserve Growth ભારતીય અર્થતંત્ર માટે ગુડ ન્યૂઝ ફોરેક્સ રિઝર્વમાં તોતિંગ ઉછાળો, તિજોરી 674 અબજ ડૉલરને પાર!
Petroleum Ministry on Ethanol Blending પેટ્રોલ પંપો પર શુદ્ધ કે E10 પેટ્રોલનો વિકલ્પ કેમ નથી? પેટ્રોલિયમ મંત્રાલયે આપ્યું મોટું કારણ
Oil Market Crisis ઓઈલ માર્કેટ પર સંકટના વાદળ, પેટ્રોલડીઝલના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા
Exit mobile version