News Continuous Bureau | Mumbai
દિવાળીના તહેવાર પર ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની ઓલા ઈલેક્ટ્રીકે તેનું નવું ઈલેક્ટ્રીક સ્કૂટર Ola S1 Air લોન્ચ કર્યું છે. આ સ્કુટરની વિગતો શેર કરતી વખતે કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે તે માત્ર 25 પૈસા પ્રતિ કિમીના ખર્ચમાં ચાલી શકે છે.
Ola S1 કરતા ઘણી ઓછી કિંમત
ઓલા એસ-1 એરને કંપનીની ફ્લેગશિપ પ્રોડક્ટ એસ-1ના બેઝ પર ડેવલપ કરવામાં આવી છે. જોકે તેની કિંમત તેના કરતા ઘણી ઓછી છે. કંપનીએ આ સ્કુટરને 84999 રૂપિયાની કિંમતે લોન્ચ કરેલું છે.
તે જ સમયે, દિવાળીના તહેવાર પર, કંપની તેના પર 24 ઓક્ટોબર સુધી ઓફર પણ લાવી છે. અત્યારે ખરીદી માટે આપે 79999 રૂપિયા આપવા પડશે. તે જ સમયે, તેને 999 રૂપિયામાં આરક્ષિત કરી શકાય છે.
100 કિમીથી વધુની રેન્જ
કંપની એ સ્કુટરને લઇને દાવો છે કે તે માત્ર એક વખત ફુલ ચાર્જ કરવા પર ઈકો મોડમાં 101 કિમીથી વધુ દોડી શકે છે. તેની ટોપ સ્પીડ પણ 90 kmph છે. તે જ સમયે, સ્કુટર માત્ર 4.3 સેકન્ડમાં જ 0થી 40 કિમીની સ્પીડ પકડી લે છે.
આ સ્કુટરનું વજન માત્ર 99 કિલો છે. કંપનીએ તેમાં 4.5kWની ઇલેક્ટ્રિક મોટર આપી છે. તેમાં 2.5kWh બેટરી પેક છે. આ સ્કુટરમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે.
34 લિટર સ્ટોરેજ, ટન અને ફીચર્સ
કંપનીએ આ સ્કુટરમાં 34 લીટરની અંડર-સીટ સ્ટોરેજ કેપેસિટી આપી છે. તો સાથે તમે સ્કુટરની સ્ક્રીન, સાઉન્ડ બદલી શકો છો. તો સાથે આમાં 10W નું સ્પીકર પણ આપેલું છે, જેનો તમે ગમે ત્યાં પાર્ટીમાં યુઝ કરી શકો છો. આ સિવાય સ્કુટરમાં ફ્લેટ ફૂટ બોર્ડ, સ્કલ્પ ટેડ સીટ, ટ્વિન રીયર સસ્પેન્શન અને ફ્રન્ટ ટેલીસ્કોપીક ફોર્ક સસ્પેન્શન પણ આપેલું છે.
4.5 કલાકનો ચાર્જ સમય, 5 કલર્સમાં ઉપલબ્ધ
Ola S1 Airને ફૂલ ચાર્જ થવામાં 4.5 કલાકનો સમય લાગશે. આ સ્કુટરમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે. આ ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ છે. કંપનીએ આ સ્કુટરના 5 કલર રજૂ કર્યા છે. આ છે નીઓ મીન્ટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સેલીન વ્હાઇટ અને લિક્વિડ સિલ્વર.
આવતા વર્ષે ડિલિવરી થશે
Ola S1 Airની ખરીદી વિન્ડો ફેબ્રુઆરી 2023માં ખુલશે. સ્કુટરની ડિલિવરી એપ્રિલ 2023માં શરૂ થશે.
