ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 મે 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક પેકેજની જાહેરાત બાદ, વિશ્વભરમાં આ આર્થિક મંદી હોવા છતાં, ભારતનો શેરબજારનો આંક ઉપર પહોંચ્યો છે. શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે જેમાં સેન્સેક્સમાં 900 અંક અને નિફ્ટીમાં 9400 પોઈન્ટે જોવા મળ્યો છે. વાત કરીયે બીએસઈના મિડકેપની તો અહીં ત્રણ ટકાથી વધુ અને સ્મોલકેપમાં અઢી ટકા થી વધુ મા કારોબાર થતો જોવા મળે છે. વાત કરીએ દુનિયાના બજારો ની તો રિટેલ, રિયલ્ટી-બેન્ક એરલાઈન્સના શેરોમાં દબાણ જોવા મળ્યું છે. જ્યારે ભારતમાં ઓઇલ અને ગેસના ઇન્ડેક્સમાં ઝડપે કારોબાર થઇ રહ્યો છે. વાત કરીએ ભારતીય બજારના કારોબારો ની તો દિગ્ગજ શેરોમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મતે આવનારા દિવસોમાં કેમિકલ અને મેડિસિન કંપનીના શેરોમાં વધુ રોકાણ જોવા મળી શકે છે. વડાપ્રધાન ના 20 લાખ કરોડના આર્થિક પેકેજે ભારતીય બજારમાં જોશ ભરી દીધું છે..