News Continuous Bureau | Mumbai
દેશ(India)માં વધી રહેલી મોંઘવારીએ લોકોના ખિસ્સા પર કાતર ફેરવી છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ(SBI) બાદ કોટક મહિન્દ્રા બેંકે (Kotak Mahindra Bank)માર્જિનલ કોસ્ટ લેન્ડિંગમાં ૫ બેસિસ પોઈન્ટ(Basis point)નો વધારો કર્યો છે.
બેંકની વેબસાઇટ અનુસાર, નવા દરો ૧૬ એપ્રિલથી લાગુ થઇ ગયા છે. આ પછી બેંક દ્વારા આપવામાં આવેલી મોટાભાગની લોન(Loan) મોંઘી થઈ ગઈ છે. હવે બેંકનો ઓવરનાઈટ MCLR દર ૬.૬૫ ટકા છે અને એક વર્ષનો MCLR દર ૭.૪ ટકા છે. ૫ બેસિસ પોઈન્ટના વધારાનો અર્થ એ છે કે બેંક તરફથી લોન (Bank loan)પરના વ્યાજ દરમાં ૦.૦૫%નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી, નવા ગ્રાહકોને માત્ર લોન મોંઘી નહીં થાય પરંતુ પહેલાથી જ લોન લીધેલા ગ્રાહકોની EMI વધશે.
આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના ભાજપના આ દિગ્ગજ નેતા ગમે ત્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે, તેમને શોધી કાઢવા પોલીસની ટીમ રવાના.. જાણો વિગતે
અગાઉ, SBIએ તેના MCLRમાં ૧૦ બેસિસ પોઈન્ટ અથવા .૧૦ ટકાનો વધારો કર્યો હતો. તે જ સમયે, એક્સિસ બેંકે પણ કોટક મહિન્દ્રાની જેમ 5 બેસિસ પોઈન્ટ અથવા ૦.૦૫% નો વધારો કર્યો હતો. SBIએ ત્રણ મહિનાના LCLRને ઘટાડીને ૬.૭૫ ટકા, છ મહિનાના MCLRને ૭.૦૫ અને ૧વર્ષના MCLRને ૭.૪૦ ટકા કર્યો છે. બે અને ત્રણ વર્ષ માટે EMCLR અનુક્રમે ૭.૩૦ અને ૭.૪૦ ટકા રહેશે. તે જ સમયે, એક્સિસ બેંકનો એક વર્ષનો MCLR ૭.૩૫ ટકા થઈ ગયો છે.
આ બેંકોની લોન મોંઘી કર્યા બાદ હવે એવી સંભાવના છે કે અન્ય બેંકો પણ ટૂંક સમયમાં MCLR વધારશે. આ વધતી આશંકા પાછળ એક મોટું કારણ એ છે કે SBIએ તેની લોન મોંઘી કરી દીધી છે. તે પછી, SBIના પગલાને જાેતા અન્ય બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ લોન મોંઘી કરી શકે છે.