Site icon News Continuous Bureau | Mumbai

ફરી મોંઘી લોનનો સમય શરૂ, એક્સિસ અને SBI પછી આ બેંકે પણ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશ(India)માં વધી રહેલી મોંઘવારીએ લોકોના ખિસ્સા પર કાતર ફેરવી છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ(SBI) બાદ કોટક મહિન્દ્રા બેંકે (Kotak Mahindra Bank)માર્જિનલ કોસ્ટ લેન્ડિંગમાં ૫ બેસિસ પોઈન્ટ(Basis point)નો વધારો કર્યો છે. 

Join Our WhatsApp Channel

બેંકની વેબસાઇટ અનુસાર, નવા દરો ૧૬ એપ્રિલથી લાગુ થઇ ગયા છે. આ પછી બેંક દ્વારા આપવામાં આવેલી મોટાભાગની લોન(Loan) મોંઘી થઈ ગઈ છે. હવે બેંકનો ઓવરનાઈટ MCLR દર ૬.૬૫ ટકા છે અને એક વર્ષનો MCLR દર ૭.૪ ટકા છે. ૫ બેસિસ પોઈન્ટના વધારાનો અર્થ એ છે કે બેંક તરફથી લોન (Bank loan)પરના વ્યાજ દરમાં ૦.૦૫%નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી, નવા ગ્રાહકોને માત્ર લોન મોંઘી નહીં થાય પરંતુ પહેલાથી જ લોન લીધેલા ગ્રાહકોની EMI વધશે. 

આ સમાચાર પણ વાંચો :  નવી મુંબઈના ભાજપના આ દિગ્ગજ નેતા ગમે ત્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે, તેમને શોધી કાઢવા પોલીસની ટીમ રવાના.. જાણો વિગતે

અગાઉ, SBIએ તેના MCLRમાં ૧૦ બેસિસ પોઈન્ટ અથવા .૧૦ ટકાનો વધારો કર્યો હતો. તે જ સમયે, એક્સિસ બેંકે પણ કોટક મહિન્દ્રાની જેમ 5 બેસિસ પોઈન્ટ અથવા  ૦.૦૫% નો વધારો કર્યો હતો. SBIએ ત્રણ મહિનાના LCLRને ઘટાડીને  ૬.૭૫ ટકા, છ મહિનાના MCLRને  ૭.૦૫ અને ૧વર્ષના MCLRને ૭.૪૦ ટકા કર્યો છે. બે અને ત્રણ વર્ષ માટે EMCLR અનુક્રમે ૭.૩૦ અને ૭.૪૦ ટકા રહેશે. તે જ સમયે, એક્સિસ બેંકનો એક વર્ષનો MCLR ૭.૩૫ ટકા થઈ ગયો છે.

આ બેંકોની લોન મોંઘી કર્યા બાદ હવે એવી સંભાવના છે કે અન્ય બેંકો પણ ટૂંક સમયમાં MCLR વધારશે. આ વધતી આશંકા પાછળ એક મોટું કારણ એ છે કે SBIએ તેની લોન મોંઘી કરી દીધી છે. તે પછી, SBIના પગલાને જાેતા અન્ય બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ લોન મોંઘી કરી શકે છે. 

BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
FSSAI Red Warning Label પેકેટ પર ‘લાલ નિશાન’ એટલે ખતરાની ઘંટી! સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૂડ પેકેજિંગના નિયમો બદલાયા
Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Exit mobile version