News Continuous Bureau | Mumbai
ભારતમાં 5જી સર્વિસીસની જાહેરાત(Announcement of 5G Services) થઇ ગઇ છે અને મોટાભાગની કંપનીઓ તેની લોન્ચિંગ (Launching) માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે 5જી સર્વિસીસ આવતાં પહેલાંથી જ ભારતમાં 6જી સર્વિસની(6G Services) જાહેરાત કરી દીધી છે. જોકે ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) કહ્યું કે દેશ આ દાયકાના અંત સુધી 6જી સર્વિસીસ રજૂ કરવાની તૈયારીમાં છે. પીએમ મોદીએ આ જાહેરાત 'સ્માર્ટ ઇન્ડીયા હૈકથોન(Smart India Hackathon) ૨૦૨૨' ગ્રાન્ડ ફિનાલે દરમિયાન કરી. ૫ય્ સેવાઓ તમામ મુખ્ય શહેરો અને મુખ્ય ગ્રામીણ વિસ્તારો(rural areas) સુધી પહોંચી જશે. સરકારનો એ પણ દાવો છે કે ૫ય્ સેવાઓ સસ્તી અને સુલભ થશે.
ભારતમાં 5જી સર્વિસીસ લોન્ચ ડેટ સામે આવી ગઇ છે. કેન્દ્રીય આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે (Union IT Minister Ashwini Vaishnav) ટૂંક સમયમાં 5જી સર્વિસ શરૂ થવાના સંકેત આપ્યા છે. તેમણે ગુરૂવારે જણાવ્યું કે ભારતમાં 5જી ૧૨ ઓક્ટોબર સુધી લોન્ચ કરી દેવામાં આવશે. દરેક ભારતીય માટે મોટા સમાચાર છે કે 5જી સર્વિસ શરૂ થયા બાદ ઘણા ફાયદા મળવાના છે. લોન્ચિંગ બાદ બીજા શહેરો અને ગામડાંઓમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: રિલાયન્સ જિયો બાદ હવે આ મોટી કંપનીએ કર્યું 5G સેવાનું એલાન-લોન્ચ ડેટની સાથે કિંમત પણ જણાવી
જાણકારી અનુસાર બેથી ત્રણ વર્ષમાં દેશના દરેક ભાગમાં આ સેવાઓ પહોંચી જશે. 5જી સ્માર્ટફોન્સ(5G smartphones) તમને હાઇસ્પીડમાં ડાઉનલોડ(Downloading in high speed) કરવાની સુવિધા આપે છે. આ 10Mb/s થી 50Mb/s થી વધુ ઝડપી છે જે સામાન્ય રીતે ૪ય્ નેટવર્ક દ્રારા રજૂ કરવામાં આવે છે.
એટલું જ નહી તમને ખબર હોવી જાેઇએ કે ૫ય્ સ્માર્ટફોન તમને હાઇ ડેટા ટ્રાંસફર(High data transfer) સ્પીડ આપે છે, ઇન્ટરનેટથી તમે તે તમામ કામ કરી શકશો જે સામાન્ય સ્માર્ટફોનથી કરી શકતા નથી.
તમે બફરિંગ વિના તમારા સ્માર્ટફોન, ટેબલેટ અથવા કમ્પ્યુટર પર 4K થી માંડીને 8K સુધી વીડિયો સ્ટ્રીમિંગ કરી શકે છે. 5જી માં 4જીની તુલનામાં વધુ નેટવર્ક ક્ષમતા છે, એવામાં 4જી નેટવર્કની તુલનામાં વધુ ડિવાઇસ અને લોકો 5જી નેટવર્કનો ઉપયોગ કરીને કનેક્ટ કરી શકો છો.
ઓડિયો ક્વોલિટી(Audio quality) જે 4જી ફોન્સમાં કોલ કરતી વખતે ઘણીવાર ખરાબ થઇ જાય છે 5જી ફોનમાં તમારી સાથે એવી કોઇપણ સમસ્યા આવશે નહીં.
જાે વાત કરીએ કિંમતની તો 4જી ફોનની તુલનામાં ૫ય્ ફોન ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. જોકે તેની કિંમત પણ ખૂબ વ્યાજબી રાખવામાં આવી છે