News Continuous Bureau | Mumbai
ઓમાન(Oman) ની રાજધાની મસ્કત(Muscat) માં એર ઈન્ડીયા(Air India) ની એક ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મસ્કત એરપોર્ટ પરથી કેરળ(Keralના કોચી(Konchi) તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિન(Engine Fire) માં આગ લાગી હતી, જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો(Smoke) ફેલાઈ ગયો હતો.
Air India flight catches fire in Muscat, all 141 evacuated.#BREAKING #airindia #Muscat pic.twitter.com/mgLXUbCzzl
— Knowledge Flow (@knowledgeflow1) September 14, 2022
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 442 મસ્કતથી કોચિ માટે ટેકઓફ કરવાની હતી. પરંતુ તે દરમિયાન ફ્લાઈટમાં ધુમાડો દેખાવા લાગ્યો. આ પછી મસ્કતથી કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ કેન્સલ(cancel) કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી- ચાલતી ગાડી પકડવાના ચક્કરમાં મહિલા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ- પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો
નોંધપાત્ર વાત એ છે કે દુર્ઘટના સમયે પ્લેનમાં 141 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા. હાલમાં એન્જિનિયરોની ટીમ વિમાનની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ મુસાફરો માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા બે મહિના પહેલા પણ કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડીયાની ફ્લાઈટને મસ્કત બાજુ ડાયવર્ટ કરવી પડી હતી.