કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્લેનમાં 80 ટકા યાત્રીઓની લિમિટને યથાવત રાખી છે પરંતુ ઈંધણની કિંમતમાં વધારાને જોતા ન્યૂનતમ ભાડામાં પાંચ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
સરકારે ઉચ્ચતમ ભાડામાં કોઈ જ ફેરફર કર્યો નથી પરંતુ ન્યૂનત્તમ ભાડામાં પાંચ ટકાનો વધારો કરવાની પરવાનગી આપી છે.
સરકારે જાહેરાત કરી છે કે એક મહિનામાં ઓછામાં ઓછા ત્રણ દિવસમાં યાત્રીઓની સંખ્યા 3.5 લાખ થઈ જશે તો 100 ટકા બુકિંગની અનુમતિ આપી દેવામાં આવશે.
