News Continuous Bureau | Mumbai
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ(crude oil)ની કિંમતોમાં વધારાની અસર વિમાનના ઇંધણ (jet fuel)પર પણ પડી છે. સરકારી ઓઈલ કંપની(govt oil company)ઓએ આજે ફરી એકવાર હવાઈ ઈંધણ(Aviation fuel)ના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ATFના ભાવમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ એરક્રાફ્ટ ઈંધણ(Aircraft fuel)ના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. વર્ષ 2022માં એરક્રાફ્ટ ઈંધણના ભાવમાં 10મી વખત વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દેશની રાજધાની(Delhi)માં ATFની કિંમત 123,039.71 રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે (123 રૂપિયા પ્રતિ લીટર) પર પહોંચી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : હાશકારો!!! નાના કરદાતાઓને સરકારે આપી મોટી રાહત, આટલા વર્ષ જૂની ફાઈલ ખોલવામાં આવશે નહીં.. જાણો વિગતે.
મુંબઈ(Mumbai)માં ATFની કિંમત હવે વધીને 121,847.11 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તો કોલકાતા(Kolkata)માં રૂ. 127,854.60 અને ચેન્નાઇમાં રૂ. 127,286 પ્રતિ કિલોલીટર થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની 1લી અને 16મી તારીખે એરક્રાફ્ટ ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. આ વર્ષે 1લી જાન્યુઆરીથી હવાનું ઈંધણ લગભગ 62 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે.