Site icon

હવે હવાઈ મુસાફરી મોંઘી થઇ… દિલ્હી-મુંબઈ સુધીની ફ્લાઈટના ભાડામાં આટલા ટકાનો વધારો, જાણો નવા વન વે એરફેર

News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં આવેલ ભડકો સામાન્ય વર્ગના બજેટને જ નહિ પરંતુ હવે દરેક વર્ગને મોંઘવારીનો અહેસાસ કરાવી રહ્યો છે. રાંધણ ગેસના ભાવ વધારાની સાથે આજના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ રહી છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મોંઘા ક્રૂડની પડતર સામે ટકી રહેવા દિગ્ગજ એરલાઈન્સે પેસેન્જર ભાડામાં વધારો કર્યો છે. એરલાઈન્સના આ પગલાને કારણે કેટલાક રૂટ પર હવાઈ ભાડું લગભગ બમણું થઈ ગયું છે. દિલ્હી-મુંબઈ, હૈદરાબાદ-દિલ્હી અને ચેન્નાઈ-દિલ્હી જેવા વ્યસ્ત રૂટ પર સરેરાશ ભાડાં એક વર્ષ પહેલાં કરતાં 50-60 જેટલાં વધી ગયાં છે.

 આ સમાચાર પણ વાંચો : ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી સંકટમાં, હવે ચૂંટણી પંચે આ કારણે ફટકાર્યો મસમોટો દંડ.. જાણો વિગતે

21 અને 31 માર્ચની વચ્ચે ભારતના સૌથી વ્યસ્ત રૂટ, દિલ્હીથી મુંબઈ સુધીની ફ્લાઈટનું આયોજન કરતા મુસાફરોએ વન-વે ટિકિટ ભાડા માટે લગભગ રૂ. 7,956 ચૂકવવા પડશે. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ Ixigoના ડેટા અનુસાર આ ભાડું એક વર્ષ પહેલાના ભાડાની સરખામણીએ લગભગ 60% વધારે છે. આ જ સમયગાળા માટે હૈદરાબાદ-દિલ્હી, ચેન્નાઈ-દિલ્હી અને મુંબઈ-બેંગલુરુ રૂટ પરની ફ્લાઇટ્સ માટે વન-વે ટિકિટની કિંમત અનુક્રમે રૂ. 8,253, રૂ. 9,767 અને રૂ. 6,469 છે. આ ભાડું એક વર્ષ પહેલાના ભાડા કરતાં અનુક્રમે 60%, 64% અને 44% વધુ છે. આ ઉપરાંત કોલકાતા-દિલ્હીના ભાડામાં 43 ટકા અને દિલ્હી-બેંગલુરુના ભાડામાં 36 ટકાનો વધારો થયો છે.

Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
LPG: સિલિન્ડર બુક કરાવતા પહેલા આ કામ પતાવી લેજો! LPG બુકિંગના બદલાયા નિયમો
Exit mobile version