માલિયાની જેમ હવે ભાગેડુઓ પોતાના સામાન સાથે દેશની બહાર નહીં જઈ શકે-કસ્ટમ વિભાગ હરકતમાં- હવે એરપોર્ટ પર ભાગેડુઓને પકડી પાડશે

by Dr. Mayur Parikh
Britain Air Traffic:UK airspace hit by huge network failure of air traffic control systems, hundreds of flight delays

 

News Continuous Bureau | Mumbai

એરલાઇન્સે(Airlines) હવે વિમાન(Plane) દ્વારા વિદેશ પ્રવાસ(Foreign travel) કરતા મુસાફરો વિશેની માહિતી કસ્ટમ વિભાગ(Customs Department) સાથે શેર કરવી પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે(Central Board of Indirect Taxes) આ અંગે નોટિફિકેશન(Notification) બહાર પાડ્યું છે. આ માહિતી ૫ વર્ષ સુધી સાચવવી પડશે અને જરૂર પડશે તો કસ્ટમ વિભાગ આ માહિતીનું રિસ્ક એનાલિસિસ(v) કરશે. જરૂર પડે તો આ માહિતી તપાસ એજન્સીઓ(Investigating agencies), સરકારી વિભાગો(Government Departments) અને અન્ય દેશોની સરકારો સાથે પણ શેર કરી શકાય છે. દેશમાં સોનાની આયાત(Import of Gold) પર ૧૫ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી(Import duty) લગાવવામાં આવેલી છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધારે ઈમ્પોર્ટ ડ્યૂટીના કારણે દેશમાં સોનાની દાણચોરી(Gold smuggling) વધી શકે છે. સોના ઉપરાંત અન્ય ઘણા પ્રકારના સામાન પર પણ મોટી આયાત ડ્યૂટી(Import duty) લાગેલી છે અને તેની દાણચોરી વધવાનું જોખમ રહે છે. 

કસ્ટમ વિભાગ દેશમાં માલની ગેરકાયદે આયાતને(Illegal importation) પહોંચી વળવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યું છે અને આ અંતર્ગત એરલાઇન કંપનીઓ(Airline companies) પાસેથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોની માહિતી એકત્ર કરવામાં આવશે. ગુનેગારોને વિદેશ ભાગી જતા અટકાવવા સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ શરૂ થવાના ૨૪ કલાક પહેલા તમામ મુસાફરોની પીએનઆર વિગતો કસ્ટમ અધિકારીઓ સાથે શેર કરવા નિર્દેશ આપ્યો છે. એરલાઇન્સે મુસાફરોના નામ, સંપર્કની વિગતો અને ચુકવણીની વિગતો શેર કરવાની રહેશે. 

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- લોન એપ પરથી લોન લેવા પહેલા RBIના આ નવા નિયમો વાંચી લેજો

કસ્ટમ વિભાગ દ્વારા આ માહિતીનો ઉપયોગ દેશમાં આવતા અને દેશની બહાર જતા મુસાફરો પર નજર રાખવા માટે કરવામાં આવશે. આનાથી વિદેશ ભાગી રહેલા ગુનેગારો પર અંકુશ આવશે. સીબીઆઇસીએ(CBIC) નેશનલ કસ્ટમ્સ ટાર્ગેટિંગ સેન્ટર-પેસેન્જરની(National Customs Targeting Center-Passenger) સ્થાપના કરી છે, જે એરલાઇન્સ પાસેથી મળેલી માહિતીના માધ્યમથી કસ્ટમ એક્ટ(Customs Act) હેઠળના ગુનાઓ અટકાવવાનું કામ કરશે. આ જોગવાઈ બાદ ભારત અન્ય ૬૦ દેશોની ક્લબમાં સામેલ થયું હતું, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોની પીએનઆર(PNR) વિગતો એકઠી કરે છે. 

આ પહેલા ભારતમાં એરલાઈન ઈમિગ્રેશન ઓથોરિટીઝને(immigration authorities) મુસાફરોના નામ, રાષ્ટ્રીયતા અને પાસપોર્ટની વિગતો જ શેર કરવી પડતી હતી. સરકારે ૨૦૧૭ના બજેટમાં પીએનઆરની વિગતો શેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ સોમવારે જાહેરનામું બહાર પાડ્યા બાદ હવે તેની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More