ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
આવનારા તહેવારો ને ધ્યાનમાં રાખી મુસાફરો માટે સરકાર અને વિમાન કપનીઓએ રાહતનો નિર્ણય લીધો છે. આગામી 3 મહિના સુધી કોઈ ભાડામાં વધારો કે ઘટાડો પણ ન કરવામાં આવે.. ઘરેલુ માર્ગો પર વિમાન ટિકિટોના ભાડા પર ઉપલી અને નીચલી સીમાને 24 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવામાં આવશે. નગર ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ભાડાની ઉપલી અને નીચલી સીમા 24 નવેમ્બર બાદ ત્રણ મહિના માટે યથાવત રખાશે.
મંત્રાલયે સૌપ્રથમ 21 મેએ સાત બેન્ડ દ્વારા આ સીમા 24 ઓગસ્ટ સુધી લાગુ કરી હતી. તેનું વર્ગીકરણ યાત્રા સમય પ્રમાણે કરવામાં આવ્યું હતુ. પછીથી તેને લંબાવીને 24 નવેમ્બર કરવામાં આવી હતી. પુરીએ જણાવ્યું કે અનુસૂચિત ઘરેલૂ ફ્લાઇટ્સ આ વર્ષના અંત સુધી કોવિડ-19ના પૂર્વ સ્તર પર પહોંચી જશે. તે બાદ તેમને ભાડાની સીમા હટાવવામાં કોઇ ખચકાટ નહી થાય. પુરીએ જણાવ્યું કે, જો કે હાલ અમે તેને ત્રણ મહિના માટે વધારી રહ્યાં છીએ, પરંતુ આ વર્ષના અંત સુધી જો અમને સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર જોવા મળશે અને વિમાન કંપની સહયોગ આપશે તો આ મર્યાદા હટી પણ શકે છે.
કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે લોકડાઉન બાદ ઘરેલૂ ફ્લાઇટ્સની સેવાઓ 25 મેએ આશરે બે મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. નાગર ઉડ્ડયન મહાનિદેશાલયે (ડીજીસીએ) 21 મેએ ટિકિટો માટે યાત્રાના સમયના આધારે ઉપલી અને નીચલી સીમા સાથે સાત બેન્ડની ઘોષણા કરી હતી. સાથે જ હરદીપ સિંહ પુરીએ કહ્યું કે એર ઇન્ડિયાની વિનિવેશ પ્રક્રિયા અંતર્ગત બોલી કંપનીના ઇક્વિટી મૂલ્ય નહી પરંતુ તેના ઉદ્યમ મૂલ્યના આધારે લગાવવામાં આવશે. કોઇ કંપનીના ઉદ્યમ મૂલ્યમાં તેના શેરોનું મૂલ્ય, તેના ઋણ અને કંપની પાસે ઉપલબ્ધ રોકડ બધુ જ સામેલ થશે.