ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર અને કોલકાતામાં એરટેલનું નેટવર્ક ડાઉન છે.
યૂઝર્સ સોશિયલ મીડિયા પર એરટેલનું નેટવર્ક બંધ થવા અંગે સતત ફરિયાદ કરી રહ્યા છે.
ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર DownDetector મુજબ આ આઉટેજના કારણે યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
એરટેલનું નેટવર્ક ડાઉન થતાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર #AirtelDown ટ્રેન્ડ થવા લાગ્યું છે.
એરટેલે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોની માફી માંગતા કહ્યું કે, અમારી ઇન્ટરનેટ સેવાઓમાં થોડા સમય માટે સમસ્યા આવી હતી અને તેનાથી તમને થયેલી અસુવિધાઓ માટે અમને ખેદ છે.
હવે બધું જ યથાવત થઈ ગયું છે કેમ કે અમારી ટીમ અમારા ગ્રાહકોને સહજ અનુભવ આપવા માટે કામ કરે છે.
પંજાબ બાદ હવે મણિપુર ચૂંટણીની તારીખોમાં થયો ફેરફાર, આ તારીખે થશે મતદાન; જાણો વિગતે
 
			         
			         
                                                        