News Continuous Bureau | Mumbai
5G સ્પેક્ટ્રમની(5G spectrum) હરાજી બાદ ભારતી એરટેલે(Bharti Airtel) મોટી જાહેરાત કરી છે.
ભારતી એરટેલે કહ્યું કે તે ઓગસ્ટ 2022માં જ દેશમાં 5G સેવાઓ(5G services) શરૂ કરવા જઈ રહી છે.
આ માટે એરટેલ કંપનીએ બુધવારે એરિક્સન(Erickson), નોકિયા(Nokia), સેમસંગ(Samsung) સાથે કરાર કર્યા છે.
સુનિલ મિત્તલની(Sunil Mittal) આગેવાની હેઠળની કંપનીએ તાજેતરમાં 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz અને 26 GHz બેન્ડમાં 19,867.8 MHz સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત 5G ટેક્નોલોજી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, હૈદરાબાદમાં(Hyderabad) 5-G ટેક્નોલોજીના ટ્રાયલ(5-G Technology Trials) દરમિયાન માત્ર 30 સેકન્ડમાં 1 GB ફાઇલ ડાઉનલોડ(File download) કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : માલ ભાડા પર જીએસટીની છૂટ રદ થતા વેપારી સંગઠન નારાજ- હવે વેપાર પર આ અસર થશે