Site icon

ભારતીય શેરબજારમાં થશે મોટો ફેરફાર, 27 જાન્યુઆરીથી લાગુ થશે આ નવી સિસ્ટમ… રોકાણકારોને થશે ફાયદો

All large-cap, blue-chip stocks to shift to T+1 settlement cycle from Jan 27

ભારતીય શેરબજારમાં થશે મોટો ફેરફાર, 27 જાન્યુઆરીથી લાગુ થશે આ નવી સિસ્ટમ… રોકાણકારોને થશે ફાયદો

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં એક ઐતિહાસિક પરિવર્તન થવા જઈ રહ્યું છે, જે દરેક રોકાણકારને જાણવું જોઈએ જે શેર ખરીદે છે અને વેચે છે. શેરબજારમાં આગામી 27 જાન્યુઆરીથી નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી સેટલમેન્ટની મુદ્દતમાં ઘટાડો થઈ જશે.

Join Our WhatsApp Community

આ નવા નિયમથી ભારતીય ઇક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે. જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. શેરબજારની રેગ્યુલેટરી ઓથોરિટીએ આમાં ફેરફારને મંજૂરી આપી છે અને તમામ બ્રોકરેજ હાઉસને અંતિમ નોટિસ જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો: ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે કોઈ VVIP નહીં, આ લોકો બેસશે પહેલી કતારમાં, જાણો શું છે ખાસ

T+1 સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારોને ફંડ અને શેરોમાં ઝડપથી રોલ કરીને વધારે ટ્રેડિંગ કરવાના વિકલ્પ આપશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે. સરળ ભાષામાં કહીએ તો જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ શેરને વેચો છો તો 24 કલાકમાં તેના પૈસા તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. તમામ લાર્જ-કેપ અને બ્લૂ-ચીપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરી જશે.

મહત્વનું છે કે હાલમાં, T+2 નો ઉપયોગ કોઈપણ ખરીદી અને વેચાણ કરવા માટે થાય છે, જેમાં સંપૂર્ણ સેટલમેન્ટ માટે 48 કલાક જેટલો સમય લાગે છે. શેરબજારમાં T+2નો નિયમ 2003થી લાગુ છે. 27 જાન્યુઆરી 2023થી હવે તેમાં બદલાવ થશે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version