ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર
અમેરિકન કંપની એમેઝોન તેના ભારતીય ભાગીદાર ફ્યુચર રિટેલ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ એમેઝોન દિલ્હીની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ કામ આ અઠવાડિયે થઈ શકે છે.
આ સાથે કોર્ટમાં તપાસના આદેશ આપવાની પણ માંગ કરવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સને સંપત્તિ ટ્રાન્સફર કરવા બદલ ફ્યુચર રિટેલ વિરુદ્ધ નવો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
જોકે ફ્યુચર, રિલાયન્સ કે એમેઝોને આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી બિગ બજાર સંચાલિત કંપની ફ્યુચરને ટેકઓવર કરવા અને ભારતીય રિટેલ માર્કેટ કબજે કરવા માટે બે દિગ્ગજ અબજોપતિઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ ભારતીયોના ખિસ્સા હળવા કરશે.. ખાદ્ય તેલની આયાત સામે સંકટ, તેલની કિંમતમાં ઉછાળો