Site icon

તો શું હવે અંબાણી પરિવાર લંડન શિફ્ટ થશે? જુઓ તેમણે ખરીદેલા વૈભવી પેલેસ ના ફોટા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

શું મુકેશ અંબાણી પોતાના પરિવાર સહિત હવે લંડન ચાલી જશે? આવી શંકા હવે એટલે નિર્માણ થઇ રહી છે કારણ કે મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ લંડન ખાતે મુકેશ અંબાણીએ 600 કરોડ રૂપિયાનો વૈભવી મહેલ ખરીદ્યો છે. આશરે ૩૦૦ એકર જમીનમાં ફેલાયેલો આ મહેલ લગભગ ૪૨ બેડરૂમ ધરાવે છે.

જોકે આ સમાચાર સંદર્ભે અંબાણી પરિવાર તરફથી અત્યાર સુધીનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. ચાલુ વર્ષે અંબાણી પરિવાર પોતાની દિવાળી આ મહેલમાં વિતાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અંબાણી પરિવારે પોતાનો ઘણોખરો સમય જામનગર ખાતે વિતાવ્યો હતો. આ ઉપરાંત આદર પુનાવાલા જેવા વ્યક્તિ એ પણ લંડન ખાતે એક બંગલો ભાડે રાખ્યો હતો. તેમજ તેઓ ત્યાં રહેવા ચાલી ગયા હતા.

હવે એવું લાગી રહ્યું છે કે અંબાણી પરિવાર પોતાનો અડધો સમય મુંબઈ અને બાકીનો સમય ઇંગ્લેન્ડમાં વિતાવશે.

Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Exit mobile version