ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાભરમાં ફેલાઈ ગયો છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટેન જેવા મોટા દેશોમાં તો આ સંક્રમણ કહેર વરસાવી રહ્યો છે.
નવા જોખમથી બચવા માટે દુનિયાભરના તમામ દેશો નવા-નવા પ્રતિબંધ લગાવી રહ્યા છે જેની અસર એક વાર ફરીથી એરલાઈન ઈન્ડસ્ટ્રી પર પડી છે.
ક્રિસમસ સપ્તાહમાં દુનિયાભરમાં લગભગ 4,500 ફ્લાઈટ્સ કેન્સલ કરી હોવાનું સામે આવ્યું છે.
ફ્લાઈટ ટ્રેકીંગ વેબસાઈટ અનુસાર ક્રિસમસની પૂર્વ સંધ્યા એટલે કે, શુક્રવારે ઓછામાં ઓછી 2,366 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને લગભગ 9,000 ફ્લાઇટ્સ મોડી પડી હતી.
ઉલેખનીય છે કે એક મહિનાની અંદર જ 108 દેશો તેનો શિકાર બની ચુક્યા છે અને દુનિયાભરમાં 1,51,368 કેસો સામે આવ્યા છે. જ્યારે 26 લોકોનું કોરોનાના આ વેરિએન્ટને કારણે મોત થયું છે.
દિલ્હી માં એક પબ માં ભીડ ઉભરાતા, આખેઆખું પબ સીલ થયું. શું મુંબઈમાં પણ આવુંજ થશે?