કામનું / Amul કંપની આપી રહી છે બમ્પર કમાણીની તક, ફફ્ત આટલા કલાક કામ કરી દર મહિને મેળવી શકો છો સારો નફો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Earn Money From Business: જો તમે પણ બિઝનેસ શરૂ (Business Idea) કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. આજે અમે તમને એવી પ્રોડક્ટના બિઝનેસ વિશે જણાવીશું, જેની દરેક ઘરમાં ડિમાન્ડ છે અને આ બિઝનેસ દ્વારા તમે દરરોજ ઘણો નફો કમાઈ શકો છો. જો તમે આ બિઝનેસ મોટા પાયે કરો છો, તો માસિક આવક 5 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. હા… તમે અમૂલ (Amul) કંપનીમાં જોડાઈને આ કમાઈ શકો છો.

અમૂલ સાથે કરો બિઝનેસ

અમૂલ તમને તમારા બિઝનેસને વિસ્તારવા માટે બમ્પર કમાણી કરવાની તક આપે છે. આ કડીમાં અમૂલ દ્વારા અમૂલ ફ્રેન્ચાઇઝી (Amul franchise) પણ આપવામાં આવી છે, જેથી તમે અમૂલ દૂધના બિઝનેસ દ્વારા સારી કમાણી કરી શકો.

શરૂઆતમાં આપવા પડશે અંદાજે 50,000 રૂપિયા

તમે આ બિઝનેસ 2 રીતે શરૂ કરી શકો છો. જો તમે આઉટલેટ લો છો તો તમારે 2 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. તે જ સમયે જો તમે ફ્રેન્ચાઇઝી લો છો, તો તેના માટે તમારે 5 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. આપન્ જણાવી દઈએ કે શરૂઆતમાં તમારે લગભગ 25 થી 50 હજાર રૂપિયા સિક્યોરિટી તરીકે ચૂકવવા પડે છે.

ચેક કરો ઓનલાઈન ડિટેઈલ્સ

જો તમે પણ ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે સત્તાવાર મેઇલ retail@amul.coop પર જવું પડશે. અહીં તમારે આ લિંક http://amul.com/m/amul scooping parlors પર ક્લિક કરવાનું રહેશે. તમે આ લિંક દ્વારા તમામ માહિતી મેળવી શકો છો.

5થી 10 લાખ સુધીની થશે કમાણી

અમૂલ ફ્રેન્ચાઈઝી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ફ્રેન્ચાઈઝી દ્વારા દર મહિને લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે.

કેટલી જગ્યાની પડશે જરૂર ?

જો આપણે જગ્યા વિશે વાત કરીએ તો આ બિઝનેસ માટે તમારે લગભગ 150 ચોરસ ફૂટની જરૂર પડશે. જો તમે આઈસ્ક્રીમ પાર્લર અથવા બિઝનેસ કરો છો, તો તમારે તેના માટે વધુ જગ્યાની જરૂર પડશે.

મળે છે કમીશન

જો આપણે કમાણીની વાત કરીએ તો અમૂલ પ્રોડક્ટ પર કમિશન મળે છે. ઉદાહરણ તરીકે દૂધના પેકેટ પર 2.5 ટકા કમિશન, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા, આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન મળે છે. એ જ રીતે વિવિધ પ્રોડક્ટ પર અલગ કમિશન રેટ હોય છે. તમને રેસીપી બેઝ્ડ આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment