ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવારે રાષ્ટ્રીય બી બોર્ડના સક્રિય સહયોગથી ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) નું ઉત્પાદન ‛અમૂલ હની’ લોન્ચ કર્યું.
500 કરોડની બજેટ ફાળવણી સાથે ખેડૂતો/મધમાખીપાલકોની આવક બમણી કરવા માટે, દેશમાં નાના ખેડૂતોની આવક વધારવા માટે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશનના મહત્વ પર ભાર મૂક્યો.
નાના ખેડૂતોની આવક વધારવા તેમને મધમાખી ઉછેર જેવા કૃષિના અન્ય પરિમાણો સાથે જોડવા જરૂરી છે.
કૃષિ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સામેલ હતા.
મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3000 કિલો ડ્રગ્સ મામલે અહીંથી વધુ એક શખ્સની કરી ધરપકડ… જાણો વિગત
તોમરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પર ‛મીઠી ક્રાંતિ’ની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને આજે અમૂલ હની લોન્ચ કરીને ભારતે તેમનું સપનું પૂરું કરવાની સફર શરૂ કરી છે.
તેમણે કહ્યું કે મધની ગુણવત્તા દેશમાં એક મોટી ચિંતા છે, જેના માટે દેશભરમાં પાંચ મોટા પાયે પ્રાદેશિક મધ પરીક્ષણ પ્રયોગશાળાઓ અને 100 મીની મધ પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી રહી છે.”
તોમરે વધુમાં કહ્યું કે, “અમારો સતત પ્રયાસ રહેશે કે અમારા મધ ઉત્પાદનોની ગુણવત્તા વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે, કારણકે આ ક્ષેત્રમાં નિકાસની ઘણી તકો છે.”
જીસીએમએમએફ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા તોમરે જણાવ્યું હતું કે અમૂલે માત્ર ‛શ્વેત ક્રાંતિ’ સાથે જ એક સીમાચિહ્ન સ્થાપ્યો નથી પરંતુ, દૂધ પ્રસંસ્કરણ ક્ષેત્રે પણ વિસ્તરણ કરીને પોતાની જાતને વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી છે.