News Continuous Bureau | Mumbai
Anant Ambani on RIL Board: ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) માં મુકેશ અંબાણી (Mukesh Ambani) વારસાઈનો પ્લાન અમલમાં મુકવા જઈ રહ્યા છે, પરંતુ તેમાં કેટલીક અડચણો પેદા થઈ છે. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત (Anant Ambani) ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ( Reliance Board ) નિયુક્ત કરવાની પ્રક્રિયા ચાલે છે ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રોક્સી એડવાઈઝરી કંપની ઈન્સ્ટિટ્યૂશનલ શેરહોલ્ડર્સ સર્વિસિસ લિમિટેડે ( Institutional Shareholders Services Limited ) તેના શેરધારકોને ( shareholders ) સલાહ આપી છે કે તેઓ આ દરખાસ્તની વિરુદ્ધ વોટિંગ કરે. 26 ઓક્ટોબરે શેરહોલ્ડરોએ આ મામલે વોટિંગ કરવાનું છે.
અનંત અંબાણી હાલમાં 28 વર્ષનો છે. ઈન્સ્ટિટ્યૂશનલ શેરહોલ્ડર્સ સર્વિસિસે 12 ઓક્ટોબરની નોટમાં જણાવ્યું હતું કે અનંત અંબાણી લગભગ છ વર્ષનો લિડરશિપ /બોર્ડનો અનુભવ ધરાવે છે તેને ધ્યાનમાં રાખતા તેમને કંપનીના બોર્ડમાં લેવાના ઠરાવનો વિરોધ થવો જોઈએ. જોકે, અનંત અંબાણીના મોટા ભાઈબહેન ઈશા અને આકાશ અંબાણીને બોર્ડ પર લેવાને આ પ્રોક્સી એડવાઈઝરી કંપનીએ સપોર્ટ આપ્યો છે. ઈશા અને આકાશ અંબાણી બંને 31 વર્ષના છે.
મુંબઈ સ્થિત ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસિસે (IIAS) પણ આવી જ વાત કરી છે. IIAS કહે છે કે 28 વર્ષની વયના અનંત અંબાણીને બોર્ડમાં નિયુક્ત કરવામાં આવે તે અમારી વોટિંગ ગાઈડલાઈન્સ સાથે સુસંગત નથી. IIASએ ઈશા અને આકાશને એપોઈન્ટ કરવાની દરખાસ્તને ટેકો આપ્યો છે.
ફર્મ ગ્લાસ લુઈસ ( Glass Lewis ) અનંત અંબાણીની એપોઈન્ટમેન્ટની તરફેણમાં…
રિલાયન્સે જણાવ્યું છે કે અનંત અંબાણી પાસે જરૂરી અનુભવ અને મેચ્યોરિટી છે જેનાથી તેઓ બોર્ડની કામગીરીમાં વેલ્યૂ ઉમેરી શકે છે. તેઓ ઘણા સમયથી રિલાયન્સ જૂથના બિઝનેસમાં સામેલ છે અને સિનિયર લીડર્સ દ્વારા તેમને તૈયાર કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Gaza Hospital Attack: ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલની એરસ્ટ્રાઇક! આટલા થી વધુ લોકોનાં મોત, નેતન્યાહૂએ કર્યો ઇનકાર..
અન્ય એક ઈન્ટરનેશનલ પ્રોક્સી ફર્મ ગ્લાસ લુઈસ અનંત અંબાણીની એપોઈન્ટમેન્ટની તરફેણ કરે છે. તેણે કહ્યું છે કે અમે અનુભવના આધારે અનંત અંબાણીને તેના ભાઈ-બહેનથી અલગ નથી રાખતા. જેમનું ઈલેક્શન થવાનું છે, તેવા બીજા બે ડિરેક્ટર અનંત અંબાણી કરતા માત્ર ત્રણ વર્ષ મોટા છે અને એક સરખો પ્રોફેશનલ અનુભવ ધરાવે છે.
મુકેશ અંબાણીએ અનંત, ઈશા અને આકાશને નોન-એક્ઝિક્યુટિવ, નોન-ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની યોજના બનાવી છે જે તેમના વારસાઈના પ્લાનનો હિસ્સો છે. મુકેશ અંબાણી અત્યારે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રોકાણકારોની દૃષ્ટિએ જોવામાં આવે તો લીડરશિપમાં થઈ રહેલો આ ફેરફાર ઘણો મહત્ત્વનો છે. રિલાયન્સ હવે ગ્રીન એનર્જી, ટેક્નોલોજી અને કન્ઝ્યુમર ક્ષેત્રમાં મોટી યોજનાઓ ધરાવે છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમના સંતાનો જવાબદારી લેવા માટે તૈયાર થાય ત્યાં સુધી તેઓ કંપનીને પાંચ વર્ષ માટે સંભાળવા માગે છે. આકાશ અંબાણી 2014થી રિલાયન્સ જિયો સાથે સંકળાયેલા છે અને હાલમાં તેના ચેરમેન છે. ઈશા અંબાણી રિટેલ બિઝનેસને વિસ્તારી રહી છે.