News Continuous Bureau | Mumbai
અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ સગાઈ કરી લીધી છે. અનંતે તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ દંપતીએ નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી અને તેમના પરિવારજનો આનંદ પ્રસંગે તેમની સાથે જોડાયા હતા. અનંત અને રાધિકાની રીંગ સેરેમની શ્રીનાથજી મંદિરમાં થઈ હતી. બંનેની પહેલી તસવીર સામે આવી છે.
તસવીરમાં અનંતે ગુલાબી રંગનો કુર્તો પહેર્યો છે અને રાધિકા બેબી પિંક લહેંગા અને સુંદર જ્વેલરીમાં સુંદર લાગી રહી છે. મુકેશ અંબાણીએ તેમના પુત્રની સગાઈ ખૂબ જ સાદગીથી કરાવી હતી. રાધિકા ટૂંક સમયમાં અંબાણી પરિવારની નાની વહુ બનશે. જોકે, અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તેની કોઈ માહિતી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો: વધુ એક હસ્તીએ દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું મુંબઈમાં થયું નિધન
કોણ છે રાધિકા મર્ચન્ટ?
આપને જણાવી દઈએ કે રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના CEO છે અને રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે જ 2017 માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. રાધિકા અને અનંત એકબીજાને બાળપણથી ઓળખે છે.