Anil Ambani: અનિલ અંબાણી માટે સારા દિવસોની શરૂઆત! કંપની આ દેશમાં 1270 મેગાવોટનો પ્રોજેક્ટ સ્થાપવાની તૈયારી..

Anil Ambani: અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપે ભૂટાનમાં પ્રવેશવાની જાહેરાત કરતાં કહ્યું કે તે પાડોશી દેશમાં 1,270 મેગાવોટના સોલાર અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ સ્થાપશે. એક નિવેદનમાં, જૂથે જણાવ્યું હતું કે તેણે ભૂટાન સરકારની વ્યાપારી અને રોકાણ શાખા ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (DHI) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યો છે.

by kalpana Verat
Anil Ambani Anil Ambani-led Reliance Group to build solar and hydro-power projects in bhutan

News Continuous Bureau | Mumbai 

 Anil Ambani: અનિલ અંબાણીના સારા દિવસોની શરૂઆત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉધોગપતિની આગેવાની હેઠળની કંપનીને પાડોશી દેશ ભૂટાન તરફથી મેગા ઓર્ડર મળ્યો છે. આ અંતર્ગત રિલાયન્સ ગ્રુપ 1270 મેગાવોટના સોલાર અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપશે. આ માટે, જૂથે ભૂટાન સરકારની વ્યાપારી અને રોકાણ શાખા, ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે. 12 સપ્ટેમ્બરથી, રિલાયન્સ પાવરના શેર સતત લીલા નિશાનમાં બંધ થઈ રહ્યા છે. રૂ.29.5નો શેર રૂ.51ને પાર કરી ગયો છે. 2 અઠવાડિયામાં સ્ટોક 62 ટકા વધ્યો છે.

Anil Ambani: અનિલ અંબાણી ભૂટાનમાં પ્રોજેકટ સ્થાપશે

અનિલ અંબાણીનો રિલાયન્સ ગ્રુપ ભૂટાનમાં 1270 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા માટે સૌર અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપશે. આ માટે, કંપનીએ Druk Holding and Investments Ltd સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભૂટાનની રોયલ સરકારની રોકાણ કંપની છે. રિલાયન્સ ગ્રુપે ભૂટાનમાં ક્લીન અને ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માટે રિલાયન્સ એન્ટરપ્રાઇઝના નામથી નવી કંપનીની પણ રચના કરી છે.

Anil Ambani: સોલર અને હાઇડ્રોપાવરમાં રોકાણ 

સ્ટોક એક્સચેન્જો સાથેની એક નિયમનકારી ફાઇલિંગમાં, રિલાયન્સ ગ્રૂપે જણાવ્યું હતું કે તેણે ભૂટાન સરકારના વ્યાપારી અને રોકાણ એકમ, ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની ભુતાનમાં રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં સોલર અને હાઇડ્રોપાવરમાં રોકાણ કરશે. અનિલ અંબાણીની હાજરીમાં હરમનજીત સિંહ નેગી, પ્રેસિડેન્ટ કોર્પોરેટ ડેવલપમેન્ટ, રિલાયન્સ પાવર લિમિટેડ અને ઉજ્જવલ દીપ દહલ, ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  RBI Monetary Committee : RBI MPCની બેઠક પહેલા મોટા ફેરફાર, સરકારે આ ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરી.. રેપો રેટ મામલે મળશે રાહતના સમાચાર..

Anil Ambani:ભૂતાનનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ 

રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ડ્રુક હોલ્ડિંગ સાથે મળીને ભુતાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં 500 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપશે. આગામી બે વર્ષમાં બે તબક્કામાં 250 મેગાવોટનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી, તે ભૂતાનનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ હશે. ભૂટાનમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ભારતીય કંપની દ્વારા આ સૌથી મોટું વિદેશી રોકાણ હશે. સોલાર પ્રોજેક્ટ ઉપરાંત, રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર લિમિટેડ અને ડ્રુક હોલ્ડિંગ સંયુક્ત રીતે 770 મેગાવોટના ચમખરચુ-1 હાઇડ્રો પ્રોજેક્ટની સ્થાપના કરશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More