News Continuous Bureau | Mumbai
Anil Ambani Reliance Capital: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી સામેની સમસ્યાઓ ઓછી જ નથી થઈ રહી.અનિલ અંબાણીની કંપનીઓ હજુ પણ સંકટથી જ ઘેરાયેલી છે. હવે અનિલ અંબાણીના હાથમાંથી ત્રણ દેવા હેઠળ દબાયેલી કંપનીઓ નીકળી જવા જઈ રહી. જેમાં હિન્દુજા ગ્રુપ રિલાયન્સ કેપિટલ ( Reliance Capital ) પાસેથી ત્રણ વીમા કંપનીઓ ખરીદવા જઈ રહ્યું છે. હિન્દુજા ગ્રુપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ ( IIHL ) આ કંપનીઓને હસ્તગત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવને ટૂંક સમયમાં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( IRDAI ) તરફથી લીલી ઝંડી આપી શકે છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ ગયા અઠવાડિયે લેણદારોની સમિતિએ આઈઆઈએચએલને 27 મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ( NCLT ) એ 27 ફેબ્રુઆરીએ IIHL માટે રિલાયન્સ કેપિટલની ₹9,650 કરોડની સ્કીમને મંજૂરી આપી હતી. એનસીએલટીએ આઈઆઈએચએલને 90 દિવસની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. IRDAIએ માર્ચમાં લખેલા પત્રમાં આ ડીલ સામે કેટલાક વાંધાઓ ઉઠાવ્યા હતા. આમાં નિયમનકારે ખાસ કરીને IIHLના શેરહોલ્ડિંગ માળખા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઉપરાંત, IRDAI એ IIHL ના શેરધારકો ( shareholders ) વિશે વિગતવાર માહિતી માંગી હતી. IIHL એ IRDAIના તમામ પ્રશ્નોને ક્લીયર કરી દીધા છે અને રેગ્યુલેટર ટૂંક સમયમાં તેને મંજૂર કરે તેવી અપેક્ષા છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.
Anil Ambani Reliance Capital: નિપ્પોન લાઇફમાં રિલાયન્સનો 51% હિસ્સો છે…
29 નવેમ્બર 2021 ના રોજ, આરબીઆઈએ ચૂકવણીમાં ડિફોલ્ટ અને ગવર્નન્સ લેપ્સને કારણે રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જિત કર્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 2021 માં, રિલાયન્સ કેપિટલે શેરધારકોને જણાવ્યું હતું કે કંપની પર 40,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. તે બાદ રિલાયન્સ કેપિટલનું મેનેજમેન્ટ 17 મે સુધી IIHLમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી તેથી ફરિથી તેને મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Share Market Crash: નવા શિખરો સર કર્યા પછી વેચાણના ભારે દબાણને કારણે શેરબજાર તૂટયો… જાણો શું છે ઘટાડાના મુખ્ય કારણો..
આ ડીલ મુજબ, રિલાયન્સ કેપિટલ , રિલાયન્સ જનરલ અને રિલાયન્સ હેલ્થ ઈન્સ્યોરન્સમાં ( Reliance Health Insurance ) 100 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં નિપ્પોન લાઇફમાં રિલાયન્સનો 51% હિસ્સો છે. હિન્દુજા ગ્રૂપ દ્વારા જાહેર કરાયેલ માળખા મુજબ, એક્વિઝિશન કોસ્ટના 30% એશિયા એન્ટરપ્રાઇઝિસ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવશે. તેથી 70% દેવા દ્વારા લેવામાં આવશે. IIHL એ હાલ આ માટે ડ્રાફ્ટ સ્ટ્રક્ચર બનાવ્યું છે. તે મુજબ, આમાં રિલાયન્સ કેપિટલની સમગ્ર ઇક્વિટી ખરીદવામાં આવશે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)