News Continuous Bureau | Mumbai
Anil Ambani: શેરબજારમાં ( Share market ) અનિલ અંબાણીની એક કંપનીના શેરે ( shares ) આ વર્ષે રોકાણકારોને ( investors ) સારું વળતર આપ્યું છે. અનિલ અંબાણીની કંપની ( Anil Ambani Company ) ના શેર આ વર્ષે 10 ટકા વધ્યા હતા અને વર્ષ 2023 ના છેલ્લા ટ્રેડિંગ ( trading ) દિવસે એટલે કે શુક્રવાર, ડિસેમ્બર 29 ના રોજ પ્રતિ શેર રૂ. 209.85 પર બંધ થયું હતું. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર પ્રતિ શેર રૂ. 232 અને 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 114.60 પ્રતિ શેર રહ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 83 અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
મિડીયા અહેવાલ અનુસાર છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેરની કિંમત 189 રૂપિયા પ્રતિ શેર હતી અને હવે તે 210 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન અનિલ અંબાણીની કંપનીના શેરે રોકાણકારોને 10.59% નું રિટર્ન આપ્યું છે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ( Reliance Infrastructure ) જેણે આ વર્ષે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં છ મહિનામાં 51 ટકાનો ઉછાળો નોંધાયો છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર એક વર્ષમાં 52.40 ટકા વધ્યો છે…
પ્રાપ્ત માહિતી અનુસાર અનિલ અંબાણીના રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર જાન્યુઆરીમાં રૂ. 137 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે શુક્રવાર, 29 ડિસેમ્બરે તે શેર દીઠ રૂ. 209.85 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન આ કંપનીએ 52.23% વળતર આપ્યું છે. આ સ્ટોક એક વર્ષમાં 52.40 ટકા વધ્યો છે. પાંચ વર્ષ પહેલા આ શેર રૂ. 300 પર ટ્રેડ થતો હતો, છેલ્લા પાંચ વર્ષમાં તેણે 29.30 ટકાનું નેગેટિવ વળતર આપ્યું છે. એમ પ્રાપ્ત આંકડાના ડેટા મુજબ જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : New Delhi: મોદીના કાયમી ટીકાકાર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદે મોદીની મદદ માંગી. કહ્યું મુસ્લીમ દેશો નથી કરી શક્યા હવે તમેજ કરી શકો છો આ કામ
એક રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ( Reliance Infrastructure ) ના શેરની કિંમત ( Share Price ) 11 જાન્યુઆરી, 2008ના રોજ રૂ. 2,485 થઈ હતી, જે આ શેરનું સર્વકાલીન ઉચ્ચ સ્તર હતું. આ પછી, કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને કંપનીના શેરમાં ઝડપથી ઘટાડો થયો હતો. ઓક્ટોબર 2008માં તેના શેરની કિંમત 457 રૂપિયા થઈ ગઈ હતી. જેમાં 27 માર્ચ, 2020 ના રોજ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર ઘટીને રૂ. 9 થઈ ગયો હતો. ત્યાર બાદ, આ શેરમાં સતત વધારો થતો રહ્યો છે અને હવે તે રૂ. 200ના સ્તરને પાર કરી ગયો છે.
નોંધનીય છે કે વર્ષના અંતિમ દિવસે એટલે કે શુક્રવાર, 29 ડિસેમ્બર 2023ના રોજ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ( Sensex ) 0.23 ટકા અથવા 170 ટકા ઘટીને 72,240ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ( Nifty ) 0.22 ટકા અથવા 47.30 પોઇન્ટ ઘટીને 21,731ના સ્તરે બંધ થયો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)