Defence production: નાણાકીય વર્ષ 2023-24માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન લગભગ 1.27 લાખ કરોડ રૂપિયા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું

Defence production: ગયા વર્ષની સરખામણીમાં 16.7%ની વૃદ્ધિ; 2019-20થી 60% વધારો

Annual Defence production hits record high of around Rs 1.27 lakh crore in FY 2023-24

News Continuous Bureau | Mumbai

Defence production: ગયા વર્ષની સરખામણીમાં 16.7%ની વૃદ્ધિ; 2019-20થી 60% વધારો 

Join Our WhatsApp Community

Defence production: ભારતને અગ્રણી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન ( Global Defense Production ) હબ તરીકે વિકસાવવા સરકાર પ્રતિબદ્ધ છેઃ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ ( Rajnath Singh ) 

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની નીતિઓ અને પહેલોના સફળ અમલીકરણને કારણે સંરક્ષણ મંત્રાલયે ( Defense Ministry )  નાણાકીય વર્ષ (FY) 2023-24 દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જેનો હેતુ ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરવાનો છે. તમામ ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ ( DPSU ), સંરક્ષણ વસ્તુઓનું ઉત્પાદન કરતી અન્ય PSUs અને ખાનગી કંપનીઓ પાસેથી પ્રાપ્ત ડેટા મુજબ, દેશમાં સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય રેકોર્ડ-ઊંચો આંકડો એટલે કે 1,26,887 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે પાછલા નાણાકીય વર્ષના સંરક્ષણ ઉત્પાદન કરતાં 16.7%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 1,08,684 કરોડ રૂપિયા હતું.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે એક્સ પર એક પોસ્ટ દ્વારા આ સિદ્ધિને સ્વીકારતા, જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘મેક ઇન ઈન્ડિયા’ કાર્યક્રમ દર વર્ષે નવા સીમાચિહ્નો પાર કરી રહ્યો છે. તેમણે ભારતને અગ્રણી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ તરીકે વિકસાવવાના સરકારના અટલ સંકલ્પને વ્યક્ત કર્યો.

આ સમાચાર પણ વાંચો:  Paris Olympics 2024: પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 તરફ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી

2023-24માં ઉત્પાદનના કુલ મૂલ્ય (VoP)માંથી, લગભગ 79.2%નું યોગદાન DPSU/અન્ય PSU અને 20.8% ખાનગી ક્ષેત્ર દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. ડેટા દર્શાવે છે કે સંપૂર્ણ મૂલ્યની દ્રષ્ટિએ, DPSU/PSU અને ખાનગી ક્ષેત્ર બંનેએ સંરક્ષણ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ નોંધાવી છે. શ્રી રાજનાથ સિંહે સંરક્ષણ ઉત્પાદનને સર્વકાલીન ઉચ્ચ સ્તરે લઈ જવા માટે DPSU, સંરક્ષણ વસ્તુઓનું ઉત્પાદન કરતા અન્ય PSUs અને ખાનગી ઉદ્યોગો સહિતના ઉદ્યોગોને અભિનંદન આપ્યા હતા.

આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને છેલ્લા 10 વર્ષોમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નીતિગત સુધારા/પહેલ અને વ્યવસાય કરવાની સરળતાને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સ્વદેશીકરણના પ્રયાસોને સતત ધોરણે આક્રમક રીતે આગળ ધપાવવામાં આવ્યા છે, જેના પરિણામે અત્યાર સુધીનો સૌથી વધુ VoP પ્રાપ્ત થયો છે. વધુમાં, વધતી જતી સંરક્ષણ નિકાસએ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં એકંદર વૃદ્ધિમાં જબરદસ્ત યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2023-24માં સંરક્ષણ નિકાસ 21,083 કરોડ રૂપિયાના વિક્રમી ટોચે પહોંચી હતી, જે છેલ્લા નાણાકીય વર્ષમાં 32.5%ની વૃદ્ધિ દર્શાવે છે જ્યારે આ આંકડો 15,920 કરોડ રૂપિયા હતો.

છેલ્લા પાંચ વર્ષોમાં (2019-20થી) સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય સતત વધી રહ્યું છે, અને તેમાં 60%થી વધુનો વધારો થયો છે. વર્ષ મુજબની વિગતો નીચે મુજબ છેઃ

 Annual Defence production hits record high of around Rs 1.27 lakh crore in FY 2023-24

Annual Defence production hits record high of around Rs 1.27 lakh crore in FY 2023-24

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version