Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીને મોદી સરકારે આપ્યો ઝટકો.. ઇન્ડિયન નેવીએ 2500 કરોડનો ઑર્ડર કેન્સલ કર્યો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

10 ઓક્ટોબર 2020

ભારતીય નૌસેનાએ રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડના (આરએનએલ) રૂ. 2,500 કરોડના નેશનલ ઓફશોર પેટ્રોલિંગ જહાજો (એનપીવી) ના કરારને રદ કર્યો છે, સૂત્રોએ જણાવ્યું કે, જહાજોની ડિલિવરીમાં વિલંબ થતાં આ કરાર રદ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ગ્રુપે તેના પૂર્વ માલિક નિખિલ ગાંધી પાસેથી ગુજરાત સ્થિત શિપયાર્ડનો હવાલો સંભાળ્યો તેના ઘણા સમય અગાઉ, 2011 માં પાંચ યુદ્ધ જહાજો બનાવવાનો કરાર કંપની સાથે કરવામાં આવ્યો હતો.

રિલાયન્સ ગ્રૂપે 2015 માં પીપાવાવ ડિફેન્સ અને ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડનો કાર્યભાર સંભાળ્યો હતો અને બાદમાં તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડ (આરએનએલ) રાખ્યું હતું.

એનઓપીવી કરાર રદ થવાને કારણે આરએનએલની બોલી લગાવવાની પ્રક્રિયા પર અસર થઇ છે અને હાલ આ મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) માં કોઈ ઉકેલ લાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આરએનએલ પર 11,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું બોલાય છે.

New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Made In India iPhone 18 Pro Series Launch ‘મેડ ઇન ઇન્ડિયા’ iPhone 18 Pro સિરીઝની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી ટાટા અને ફોક્સકોને બદલી દુનિયાની સપ્લાય ચેઈન
Exit mobile version