Site icon News Continuous Bureau | Mumbai

Elon Musk Wealth Loss એલોન મસ્કને લાગ્યો ઇતિહાસનો સૌથી મોટો ફટકો! માત્ર ૪૮ કલાકમાં મુકેશ અંબાણી જેટલી નેટવર્થ સાફ

Elon Musk Wealth Loss બે દિવસમાં મસ્કને લાગ્યો ૮૮ અબજ ડૉલરનો મોટો આંચકો, જોકે ૧.૨૩ ટ્રિલિયન ડૉલરની નેટવર્થ સાથે હજુ પણ વિશ્વના સૌથી અમીર 'ખરબપતિ'

Elon Musk Wealth Loss  એલોન મસ્કને લાગ્યો ઇતિહાસનો સૌથી મોટો ફટકો! માત્ર ૪૮ કલાકમાં મુકેશ અંબાણી જેટલી નેટવર્થ સાફ

Elon Musk Wealth Loss એલોન મસ્કને લાગ્યો ઇતિહાસનો સૌથી મોટો ફટકો! માત્ર ૪૮ કલાકમાં મુકેશ અંબાણી જેટલી નેટવર્થ સાફ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Elon Musk Wealth Loss વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) ની એરોસ્પેસ કંપની ‘સ્પેસએક્સ’ (SpaceX) ના શેરમાં સતત બે દિવસથી જોવા મળેલી નફાખોરી ના કારણે તેમના નેટવર્થ પર મોટો ફટકો પડ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં એલોન મસ્કની સંપત્તિમાં એટલો મોટો ઘટાડો થયો છે જે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની કુલ આજીવન કમાણીની બરાબર છે. અંબાણીની કુલ નેટવર્થ ૮૮.૮ અબજ ડૉલર છે, જ્યારે મસ્ક લગભગ આટલી જ રકમ માત્ર બે દિવસમાં ગુમાવી ચૂક્યા છે.

Elon Musk Wealth Loss – સ્પેસએક્સના રેકોર્ડ આઈપીઓ (IPO) પછી શેરમાં કડાકો

સ્પેસએક્સના રેકોર્ડબ્રેક આઈપીઓ પછી કંપનીના શેરમાં પહેલીવાર મોટો ઘટાડો નોંધાયો છે. બુધવારે કંપનીના શેર આશરે ૫% અને ગુરુવારે ૩% થી વધુ તૂટ્યા હતા. આ કારણે એલોન મસ્કને બુધવારે ૫૬.૪ અબજ ડૉલર અને ગુરુવારે ૩૨.૧ અબજ ડૉલરનો મોટો આંચકો લાગ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ ના અહેવાલ મુજબ, આ બે મોટા ઝટકા છતાં મસ્ક વિશ્વના પ્રથમ ‘ખરબપતિ’ બનેલા છે અને તેમની કુલ સંપત્તિ હાલમાં ૧.૨૩ ટ્રિલિયન ડૉલર છે. મસ્ક પાસે સ્પેસએક્સના આશરે ૪.૭૬ અબજ શેર છે.

Elon Musk Wealth Loss – વિશ્વના કેટલાય અમીરોની કુલ સંપત્તિ કરતાં વધુ નુકસાન

એલોન મસ્કે બે દિવસમાં જેટલી દોલત ગુમાવી છે, તે દુનિયાના કેટલાય અબજોપતિઓની કુલ નેટવર્થ કરતાં પણ વધારે છે. ચીનના બીજા સૌથી ધનિક વ્યક્તિ ઝોંગ શાનશાનની કુલ સંપત્તિ (૬૧ અબજ ડૉલર) અને ફ્રાન્સના ત્રીજા સૌથી અમીર વ્યક્તિની કુલ સંપત્તિ (૪૪ અબજ ડૉલર) પણ મસ્કના આ બે દિવસના નુકસાનથી ઓછી છે. ભારતની વાત કરીએ તો, દેશના ત્રીજા સૌથી ધનિક લક્ષ્મી મિત્તલ (૩૮.૭ અબજ ડૉલર) અને ચોથા ક્રમે રહેલા સાવિત્રી જિંદાલ (૩૩ અબજ ડૉલર) ની આખી જિંદગીની કુલ નેટવર્થ કરતાં વધુ પૈસા મસ્કે બે દિવસમાં ગુમાવ્યા છે.

Elon Musk Wealth Loss – યુએસ ફેડરલ રિઝર્વના સંકેતો અને કંપનીના મર્જરની અસરો

બજારના વિશ્લેષકોના મતે, અમેરિકી કેન્દ્રીય બેંક ‘ફેડરલ રિઝર્વ’ એ વ્યાજ દરો સ્થિર રાખ્યા હોવા છતાં, આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરોમાં સંભવિત વધારા (રેટ હાઈક) ના સંકેત આપ્યા છે. આના કારણે અમેરિકી શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ સિવાય, મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI (જેણે ૨૦૨૫ માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ખરીદ્યું હતું) અને સ્પેસએક્સનું વર્ષ ૨૦૨૬ માં ૧.૨૫ ટ્રિલિયન ડૉલરના મૂલ્યાંકન પર મર્જર કરવામાં આવ્યું હતું. મસ્ક ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા (Tesla) માં પણ ૧૧% હિસ્સેદારી ધરાવે છે, જે તેમની સંપત્તિનો મોટો આધાર છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai BEST Bus Strike BEST ની હડતાળ વચ્ચે શું છે આ ‘મેસ્મા’ કાયદો? જાણો મુંબઈની બસ સેવા અને પાવર સપ્લાય પર તેની શું અસર થશે

Reliance Independence Biscuits Launch હવે બિસ્કિટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે રિલાયન્સ આ રાજ્યથી થઈ શરૂઆત, ₹૫ થી ₹૧૨૫ સુધીના પેક્સ સાથે ૨૮ નવી વેરાઇટી લોન્ચ
Nita Isha Ambani Street Shopping નીતા અંબાણી અને ઈશા અંબાણી કર્જતના બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા પૌત્રપૌત્રી આદિયા અને ક્રિષ્ના સાથે દિવાળીની સ્ટ્રીટ શોપિંગ, વીડિયો વાયરલ
UPI Daily Transactions Cross 1 Lakh Crore તહેવારોની ખરીદીથી ડિજિટલ વ્યવહારોમાં તેજી, પ્રતિ દિવસ સરેરાશ ૮૨.૨ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે માસિક મૂલ્ય પહેલીવાર ₹૩૦ લાખ કરોડને વટાવી ગયું
Binance Cyber Attack Crypto Heist પળવારમાં ₹૬૦,૦૦૦ કરોડ ગાયબ! ઇતિહાસની સૌથી મોટી ડિજિટલ ચોરી; બાયનાન્સ હોટ વોલેટ્સમાંથી જંગી ફંડ ટ્રાન્સફર થતાં ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટમાં ગભરાટ
Exit mobile version