News Continuous Bureau | Mumbai
અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થ(Unbranded food item), કઠોળ(Grain) વગેરે પર 18 જુલાઈથી 5 ટકા GST લાદવાના વિરોધમાં આજે નવી મુંબઈની(Navi Mumbai) એપીએમસી બજારમાં(APMC market) વેપારીઓએ(Traders) 100 ટકા બંધ પાળ્યો છે. સરકારના આ આકરા નિર્ણય સામે આજે એપીએમસી બજારની વેપારી સંસ્થા(trading organization) ગ્રોમાએ(Groma) અનબ્રાન્ડેડ પેક અનાજ(Unbranded packed grains) પર લાદવામાં આવેલ 5% GST મુદ્દે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી(Maharashtra CM) એકનાથ શિંદેને(Eknath Shinde) આવેદનપત્ર પણ આપ્યું હતું.
નાણાપ્રધાન(Finance Minister) નિર્મલા સીતારમણની(Nirmala Sitharaman) અધ્યક્ષતામાં મળેલ GST કાઉન્સિલની બેઠકમાં(Council meeting), અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં, ચોખા, કઠોળ, લોટ જેવા વિવિધ આવશ્યક અનાજ પર 5 ટકા GST લાદવાના નિર્ણયથી દેશના સમગ્ર વેપારીઓ વિરોધ વ્યક્ત કરી સરકાર સમક્ષ આંદોલન(Protest) કરી રહ્યા છે આ નિર્ણયથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજના દેશવ્યાપી બંધમાં નવી મુંબઈની એપીએમસી બજારમાં આવેલી તમામ બજારો બંધમાં જોડાઈ હતી અને બંધને 100 ટકા સફળ બનાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે
ઈ-કોમર્સ અને ઓનલાઇન વેપારને(E-commerce and online business) લીધે મોટાભાગનો વેપાર ખતમ થઇ ગયો છે તેના ઉપર સરકાર 5% GST વેપારને સંપૂર્ણ સમાપ્ત કરવા જઈ રહી છે. એવી ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. આ મુદ્દે ઘી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ એસોસિએશન(Ghee Grain, Rice and Oilseeds Merchants Association) -ગ્રોમા સંસ્થાના પ્રતિનિધિ પ્રમુખ શરદકુમાર મારું, માનદ મંત્રી ભીમજીભાઈ ભાનુશાલી, એ.પી.એમ.સીના દાણાબજારના ડાયરેક્ટર નિલેશ વીરા રીટેલ એસોસિએશનના માંડણભાઇ અને જગદીશભાઈ ઠક્કરએ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત લીધી હતી. તથા તેમને GST કાઉન્સિલની બેઠકમાં, અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં, ચોખા, કઠોળ, લોટ જેવા વિવિધ આવશ્યક અનાજ પર 5 ટકા GST લાદવાના નિર્ણય અંગે પડતી મુશ્કેલીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ મુદ્દે વિગતવાર ચર્ચા વિચારણા બાદ મુખ્યમંત્રીએ યોગ્ય કરવાનું આશ્વાસન આપવામાં આવેલ છે.
વેપારીઓના દાવા મુજબ સરકારના આ નિર્ણયથી 7300 બજારો 13 000 દાલમિલો, 9600 જેટલી ચોખાની મિલો 8000 જેટલી લોટની મિલો સાથે 3 કરોડ જેટલા નાના -મોટા વેપારીઓ પ્રભાવિત થશે. કેન્દ્ર સરકાર મોંઘવારી ઓછી કરવાની વાત કરે છે. પરંતુ, આ નિર્ણયથી મોંઘવારી સાથે ઇન્સ્પેક્ટર રાજ વધશે સાથે વેપારીઓ સાથે ખેડૂતો પણ પ્રભાવિત થશે. તેમજ, વેપારીઓ અને સામાન્ય જનતાને પણ ઘણું સહન કરવાનું આવશે. તેમ જ નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.