News Continuous Bureau | Mumbai
Amazon Prime Day Sale: એમેઝોન પ્રાઇમ ડે સેલ 20 જુલાઇ અને 21 જુલાઇ સુધી ચાલુ રહેશે અને તે પહેલાં, ઇ-કોમર્સ પ્લેટફોર્મે તેના ગ્રાહકો માટે પ્રારંભિક ડીલ્સની જાહેરાત કરી છે. સેલ દરમિયાન, એમેઝોન ઇન્ડિયા મેકબુક એર M1 ને રૂ. 60,000 ની નીચે વેચી રહ્યું છે જેમાં ફ્લેટ ડિસ્કાઉન્ટ તેમજ વધારાના બેંક ડિસ્કાઉન્ટનો સમાવેશ પણ થાય છે. તો જાણો શું છે આ ઓફર
Apple MacBook Air M1 હાલમાં રૂ. 92,900માં લિસ્ટેડ છે અને પ્રારંભિક ડીલ્સના ભાગરૂપે, Amazon 8GB + 256GB વેરિઅન્ટ પર લગભગ રૂ. 23,000નું ફ્લેટ 26% ડિસ્કાઉન્ટ ઓફર ( Amazon Discount ) કરી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી, MacBook Air M1 કોઈપણ વધારાની શરતો વિના રૂ. 68,990માં હાલ વેચાઈ રહ્યું છે.
Amazon Prime Day Sale: ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત, એમેઝોન SBI કાર્ડ્સ પર વધારાનું ત્વરિત બેંક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે…..
ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત, એમેઝોન SBI કાર્ડ્સ પર વધારાનું ત્વરિત બેંક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે. ખરીદદારો SBI ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને 9,250 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આમાં મેળવી શકે છે. આ સહિત, MacBook Air M1 59,740 માં ખરીદી માટે ઉપલબ્ધ છે જે આ સેલની સૌથી ઓછી કિંમત છે નોંધ કરો કે, ડિસ્કાઉન્ટ માત્ર 8GB + 256GB વેરિઅન્ટ પર અને Amazon પર ઉપલબ્ધ તમામ કલર વિકલ્પો પર લાગુ થાય છે. જાણો શું છે Apple MacBook Air ના અન્ય ફિસર્ચ…
આ સમાચાર પણ વાંચો : Assam Muslim Marriage Act : આસામ સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાનો કાયદો રદ્દ કરાયો.. જાણો વિગતે…
આમાં તમને IPS ટેક્નોલોજી સાથે 13.3-ઇંચ LED-બેકલિટ રેટિના ડિસ્પ્લે ઉપલ્ધ થશે. તો 8-કોર CPU સાથે Apple M1 ચિપ આમાં લગાવવામાં આવ્યું છે. આમાં 7-કોર GPU પણ ઉપલબ્ધ થાય છે. આ મેકબુકમાં 16-કોર ન્યુરલ એન્જિન મળે છે. રેમની વાત કરીએ તો આમાં 8GB (16GB સુધી એક્સપાન્ડેબલ) હશે. તો 256GB SSD (2TB સુધી એક્સપાન્ડેબલ)થી સ્ટોરેજ મળશે. આમાં તમને બેકલીટ મેજિક કીબોર્ડની સુવિધા પણ મળે છે. કેમેરાની વાત કરીએ તો આમાં અદ્યતન ઇમેજ સિગ્નલ પ્રોસેસર સાથે 720p FaceTime HD કેમેરો ઉપલબ્ધ થાય છે. આમાં 49.9Whની પાવરવાળી બેટરી મળે છે. જે 30W USB-C પાવર એડેપ્ટર સાથે કનેક્ટ થાય છે. આમાં 2 x થંડરબોલ્ટ પોર્ટ, 2 x યુએસબી 4 પોર્ટ પણ ઉપલબ્ધ છે.