News Continuous Bureau | Mumbai
Apple Share Buyback: iPhone નિર્માતા Apple Inc એ ગુરુવારે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરતી વખતે રૂ. 110 કરોડના કંપનીના શેરો બાયબેકની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે આ અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મોટો શેર બાયબેક હશે.
Apple Share Buyback: કંપનીએ શેર બાયબેક સાથે 25 સેન્ટના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે…
M-cap અનુસાર, Appleને વિશ્વની સૌથી મોટી કંપની માનવામાં આવે છે. આ જાહેરાત સાથે એપલે 2018માં જાહેર કરેલા $100 બિલિયનના શેર બાયબેકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. યુએસ ઈતિહાસમાં ટોચના 10 શેર ( Stock Market ) બાયબેકમાંથી 6 એપલના છે, જ્યારે ત્રણ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ( alphabet ) છે.
કંપનીએ શેર બાયબેક સાથે 25 સેન્ટના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ ટિમ કુકે મિડીયાને નિવેદન આપતા કહ્યું હતું કે, એપલે પણ આ ક્વાર્ટરમાં નફો કર્યો છે, જે બાદ કંપનીએ શેરધારકોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Bajaj Finance: RBIએ દેશની સૌથી મોટી NBFCને મળી રાહત, નિયંત્રણો હટાવ્યા બાદ બજાજ ફાઈનાન્સના શેરમાં આવ્યો 7% થી વધુનો ઉછાળો..
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં Appleના શેરમાં 8 ટકાનો વધારો થયો હતો. શેરમાં આ વધારા બાદ એપલનું માર્કેટ કેપિટલાઇઝેશન ( Market Capitalization ) $190 બિલિયન સુધી પહોંચી ગયું હતું
Apple Share Buyback: એપલે ક્યારે ક્યારે શેર બાયબેક કર્યાં?
-પ્રથમ વખત, કંપનીએ વર્ષ 2018માં $100 બિલિયનના શેર બાયબેક કર્યા હતા.
-આ પછી, વર્ષ 2019 માં, Appleએ $ 75 બિલિયનના શેર બાયબેક કર્યા હતા.
-એ જ રીતે, વર્ષ 2021 માં, કંપનીએ ફરીથી $90 બિલિયનના શેર ખરીદ્યા હતા.
-વર્ષ 2022માં પણ એપલે $90 બિલિયનના શેરની પુનઃખરીદી કરી હતી.
-આ પછી, વર્ષ 2023 માં, Appleએ $90 બિલિયનના શેર પાછા ખરીદ્યા.
-હવે વર્ષ 2024માં Apple પ્રથમ વખત $110 બિલિયનના શેર બાયબેક કરવા જઈ રહી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)