ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
કેન્દ્ર સરકારે 16 જૂનથી દેશભરમાં સોના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરી નાખ્યું છે. સરકારના આ નિર્ણયને પગલે દેશભરના નાના ઝવેરીઓ હવે વેપારમાં ફાવી જવાના છે. હૉલમાર્કિગને કારણે સોનામાં ભેળસેળ થશે નહીં. અત્યાર સુધી નાની જ્વેલર્સની દુકાનોમાંથી ખરીદી કરવાથી દૂર રહેલા લોકો હવે નાની દુકાનો તરફ વળશે એવું નિષ્ણાતોનું માનવુ છે.
અત્યાર સુધી લોકો નાના વેપારીઓ પાસે સોનામાં ભેળસેળ થવાની શંકાને કારણે જતા નહોતા. હવે જોકે હૉલમાર્કિંગને કારણે બધા જ્વેલરો પાસે એક સરખું સોનું વેચાશે. નાના વેપારીઓ ચોખ્ખું સોનું નહીં આપે એ ડર હૉલમાર્કિંગને કારણે નીકળી ગયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે હૉલમાર્કિંગ ફરજિયાત કરવાના સરકારના આ નિર્ણયને અમલમાં મૂકવા માટે દેશના સાડાચાર લાખથી વધુ જ્વેલરોએ મુદત વધારી આપવાની માગણી કરી હતી, જેને સરકારે માન્ય કરીને સપ્ટેમ્બર સુધીની મુદત આપી દીધી છે. સરકારના આ નિર્ણયને કારણ જોકે નાના વેપારીઓ ફાવી જવાના છે.
અરે વાહ શું વાત છે!!! મુંબઈની નજીક આવેલા આ શહેરમાં કોરોના થી એકેય મૃત્યુ નહીં. જાણો વિગત…
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનના નૅશનલ પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે હૉલમાર્કિંગ ફરજિયાત કરવાથી સોનામાં થતી ભેળસેળ અટકી જશે. નાનામોટા તમામ ઝવેરીઓની દુકાનમાં સોનું એક સરખું મળશે. એથી અત્યાર સુધી નાના જ્વેલર્સની દુકાનો માટે લોકોને મિલાવટની શંકા હતી એ હવે દૂર થઈ જશે. લોકોમાં ટ્રાન્સપરન્સી આવશે. હૉલમાર્કિંગને કારણે નાના જ્વેલર્સની દુકાનો તરફ પણ લોકો વળશે. તેમનો નફો ઓછો થશે. જોકે તેમનું વૉલ્યુમ વધશે. લોકો નાની-મોટી વસ્તુ લેવા માટે મોટા જ્વેલર્સ શો-રૂમમાં જવાને બદલે નાની દુકાનો તરફ વળશે.
ટૅક્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ તથા ઝવેરી બજારના નિષ્ણાત બળવંત જૈને જણાવ્યું હતું કે હવે નાના ઝવેરીઓ માટે ગોલ્ડન પિરિયડ આવી ગયો છે. સરકારનો આ નિર્ણય ચોક્કસ નાના ઝવેરીઓ માટે ફાયદામંદ છે. લોકો વધુ માત્રામાં હવે નાના ઝવેરીઓ પાસે મળશે. સોનામાં મિલાવટની સંભાવના ઘટી ગઈ છે. મોટા જ્વેલર્સ તથા બ્રાન્ડ્સ પાસે તેમ જ નાના ઝવેરીઓ પાસે હૉલમાર્કિગને કારણે સરખી ક્વૉલિટીનું સોનું મળશે. જોકે મોટા જ્વેલર્સ અને શો-રૂમ જે લેબર ચાર્જિસ વધુ વસૂલ કરતા હોય છે એવો ચાર્જ નાના ઝવેરીઓ લેતા નથી. એથી લોકો મેકિંગ ચાર્જિસમાં પૈસા બચતા હોવાથી નાના ઝવેરીઓ તરફ વધુ વળશે.
મહારાષ્ટ્રમાં આજથી આ ઉંમરની ઉપરના લોકોનું વેક્સિનેશન શરૂ થયું.