સાવધાન!!જુલાઈમાં આટલા દિવસ બેન્ક બંધ રહેશે,રજાનું લિસ્ટ જોઈને બેન્કમાં નહીં ગયા તો ધક્કો પડશે જાણો વિગત ..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
જુલાઈ મહિનામાં જુદા જુદા કારણસર કુલ 15 દિસવ બેન્ક બંધ રહેવાની છે. તેથી બેન્કમાં મહત્વના કામ માટે જનારા ગ્રાહકોને હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે. તેથી બેન્કમાં જવા પહેલા કયા દિવસે બેન્કનું કામ બંધ રહેવાનું તે જાણી લેજો.
રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાના રજાના લિસ્ટ મુજબ જુલાઈમાં ચાર રવિવાર અને બીજો અને ચોથો શનિવાર એમ કુલ છ દિવસ સાપ્તાહિક રજાને લીધે બેન્ક બંધ રહેશે. એ સિવાય અન્ય 9 દિવસ બેન્ક બંધ રહેવાની છે. જોકે આ બાકીની રજા સમગ્ર દેશમાં એક સાથે નહીં હોય. પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે બેન્ક બંધ હશે.
જેમાં 12 જુલાઈના રથયાત્રાને લીધે ભુવનેશ્ર્વર અને ઈમ્ફાલમાં બેન્ક બંધ રહેશે. 13 જુલાઈના ભાનુ જયંતિ નિમિતે ગંગટોકમાં, 14 જુલાઈના દ્રુપકા જયંતી નિમિતે ગંગટોકમાં, 16 જુલાઈના સ્થાનિક તહેવાર નિમિતે દહેરાદુનમાં, 17 જુલાઈના અગરતાલા અને શિલાંગમાં યુ તિરોટસિંઘ દિવસ અને ખર્ચી પૂજા નિમિતે બેન્ક બંધ રહેશે. 19 જુલાઈના ગુરુ રિંપોચેના થુંગકર શેચુ દિનની ઊજવણી હોવાથી ગંગટોકમાં બેન્ક બંધ રહેશે. 20 જુલાઈના બકરી ઈદ હોવાથી કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમ બેન્ક બંધ રહેશે. તો 21 જુલાઈના બકરી ઈદ નિમિતે આઈઝૌલ, ભુવનેશ્ર્વર, ગંગટોક, કોચી અને તિરુવનંતપુરમ સિવાય દેશભરમાં બેન્ક બંધ હશે. 31 જુલાઈના કેર પૂજા નિમિતે અગરતલામાં બેન્ક બંધ હશે. જુલાઈમાં બેન્કની સાપ્તાહિક રજામાં 4, 11, 18 અને 25 જુલાઈના રવિવારની રજા હશે. તો 10 જુલાઈ અને 24 જુલાઈ બીજા શનિવારની સાપ્તાહિક રજા હશે.