News Continuous Bureau | Mumbai
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD)અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)તરીકે આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan) નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) દ્વારા રવિવારે તેની જાહેરાત કરવામાં આવી છે.
આશિષકુમાર(Ashish Chauhan) વિદાય લેનાર એમડી અને સીઈઓ વિક્રમ લિમયે(Vikram Limaye)ના અનુગામી બન્યા હોવાના મીડિયા અહેવાલ છે. NSE ની ગવર્નિંગ બોડીએ નવા એમડી અને સીઈઓ હોદ્દો અખત્યાર ન કરે ત્યાં સુધી કંપનીની કામગીરીઓ સંભાળવા માટે એક આંતરિક એક્ઝિક્યૂટિવ કમિટીની રચના કરી છે.
આ સમાચાર પણ વાંચો : શું એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ નેતાનો સંપર્ક સાધ્યો હતો- જાણો વિગતે
મિડિયા હાઉસના અહેવાલ મુજબ આશિષ ચૌહાણ(Ashish Chauhan) એમડી અને સીઈઓ તરીકેનો એમનો હોદ્દો સંભાળી લેશે એ પછી આ કમિટીનું વિસર્જન કરી દેવામાં આવશે.
વિક્રમ લિમયેની પાંચ વર્ષની મુદત 16 જુલાઈએ પૂરી થઈ ગઈ છે. એમડી અને સીઈઓના પદ માટે પાત્ર હોવા છતાં એમણે બીજી મુદત માટે પોતાને ચાલુ રાખવાની માંગણી કરી નહોતી. 2017ના જુલાઈમાં, એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની વિદાયને પગલે લિમયેને એનએસઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.