AU Small Finance Bank: એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

એયુ એસએફબીના 28 વર્ષના વારસાનો ઉપયોગ કરીને અને ડિજિટલ લેન્ડસ્કેપના વધતા જતા ચલણ સાથે મિશ્રિત ગ્રામીણ અર્થતંત્રમાં ચાલી રહેલા ઔપચારિકરણનો લાભ લઈને ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં આર્થિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે

by Hiral Meria
AU Small Finance Bank unveils “Swadesh Banking” to enhance financial inclusion and emphasize rural focus

News Continuous Bureau | Mumbai

ભારતની અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ( AU Small Finance Bank ) ગ્રામીણ ભારતમાં બેંકિંગમાં ( Banking ) પરિવર્તન લાવવા માટે એક અગ્રણી પહેલ “સ્વદેશ બેંકિંગ” ( Swadesh Banking ) રજૂ કરવામાં ગર્વ અનુભવે છે. સ્વદેશ બેંકિંગ વર્ટિકલને નાણાંકીય સમાવેશ, ગ્રામીણ ( rural ) તથા અર્ધ-શહેરી બજારોની ( financial inclusion ) ઊંડી સમજણ તથા ઈન્ડિયાના ભારતમાં ખેડૂતો, સ્વ-રોજગાર મેળવતા લોકો તથા સૂક્ષ્મ એકમોને 360 ડિગ્રી કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન્સ પૂરા પાડવાના એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (એયુ એસએફબી) વારસાનો લાભ લેવા માટે વ્યૂહાત્મક રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

નાણાંકીય અને ડિજિટલ સમાવેશને પ્રોત્સાહિત કરવાની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, એયુ એસએફબી વંચિત સમુદાયોનું સશક્તિકરણ કરવા અને ગ્રામીણ તથા વંચિત વિસ્તારોમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આમ ‘સ્વદેશ બેંકિંગ’ની રજૂઆત સાથે, એયુ એસએફબી તેની ગ્રામીણ શાખાઓ, બેંકિંગ આઉટલેટ્સ, બેંકિંગ કોરસ્પોન્ડન્ટ્સ, ફાઇનાન્શિયલ એન્ડ ડિજિટલ ઇન્ક્લુઝન યુનિટ તેમજ નાના અને સીમાંત ખેડૂત (એસએમએફ) ધિરાણ એકમોને એક છત્ર હેઠળ લેવાશે તથા બેંકના ગ્રાહકોના લાભ માટે લીડરશીપને સુવ્યવસ્થિત કરશે.

સ્વદેશ બેંકિંગ વધુ સારું ફોકસ લાવશે તથા ગ્રામીણ સમુદાયો અને વ્યવસાયોની વિશિષ્ટ જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા કસ્ટમાઇઝ્ડ બેંકિંગ પ્રોડક્ટ્સ, સર્વિસીઝ અને કામગીરી તરફ દોરી જશે. તેનાથી સૂક્ષ્મ સાહસો તરીકે સામાન્ય રીતે ઓળખાતા સ્થાનિક વેપારીઓ અને દુકાન-માલિકોને ડિજિટલ સોલ્યુશન્સ પૂરા પડાશે, નાણાંકીય સાક્ષરતા અને ડિજિટલ સમાવેશને આગળ વધારશે, સ્થાનિક ઉદ્યોગો માટે વિશિષ્ટ પ્રોડક્ટ્સ તેમજ સ્થાનિક આર્થિક વૃદ્ધિને પોષવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Share Market Tips : શું મિડ અને સ્મોલ કેપ શેર Bubble બની ગયા છે? સમજો બજારની હલચલ.. જાણો શું છે મિડ અને સ્મોલ કેપ શેર.. વાંચો..

ડિજિટલ ભારતના વિઝનને આગળ વધારતા, એયુ એસએફબીએ ગ્રામીણ વિસ્તારોમાં સુલભતા વધારવા પર વિશેષ ભાર મૂકીને યુઝર-ફ્રેન્ડલી ડિજિટલ પ્લેટફોર્મ્સમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. તેની મોબાઈલ બેંકિંગ એપ, ઈન્ટરનેટ પોર્ટલ અને નવીન વીડિયો બેંકિંગ સર્વિસીઝે બેંકિંગ કામગીરી અને વ્યવહારોની સગવડતા અને સુલભતામાં વધારો તો કર્યો જ છે, ઉપરાંત  વ્યક્તિગત સંપર્ક પણ જાળવી રાખ્યો છે. એકલા પાછલા વર્ષમાં જ એયુ એસએફબીએ ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં વીડિયો બેંકિંગ દ્વારા 66,000થી વધુ ખાતા ખોલવાની સુવિધા આપી હતી, જેમાં તેના મૂલ્યવાન ગ્રાહકોને 92,000થી વધુ વીડિયો બેંકિંગ કૉલ્સ કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધી, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક એક પરિવર્તનશીલ બળ તરીકે ઊભરી આવી છે જેણે પાયાના સ્તરે સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું છે. બેંકે અગ્રતા ક્ષેત્રમાં ધિરાણના 94%, રૂ. 25 લાખ સુધીની સાથે 62% લોન અને બેંકિંગ સુવિધા વિનાના ગ્રામીણ વિસ્તારોમાં 31% ટચપૉઇન્ટ સાથે, નિયમનકારી જરૂરિયાતોને વટાવીને નોંધપાત્ર લક્ષ્યો હાંસલ કર્યા છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક માત્ર નિયમનકારી આદેશોને જ પરિપૂર્ણ કરી રહી નથી પરંતુ ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં વાસ્તવિક નાણાંકીય સમાવેશ માટે પણ અગ્રણી છે.

રાજસ્થાનમાં એયુના વિસ્તરણ પાછળના પ્રેરક બળ માસ્ટર જી સુલતાન સિંહ પલસાનિયા સ્વદેશ બેંકિંગના રાષ્ટ્રીય વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આ ક્ષમતામાં, તેમને બેંકની વ્યાપક નાણાંકીય સેવાઓ દ્વારા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં નોંધપાત્ર પ્રભાવ પાડવાની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, શ્રી શૂરવીર સિંહ શેખાવતના નેતૃત્વ હેઠળ, સ્વદેશ બેંકિંગ, સરકારી વ્યવસાય, હોલસેલ ડિપોઝીટ્સ અને સહકારી બેંકિંગના એકત્રીકરણનો હેતુ બેંકમાં વધુ સુમેળને પ્રોત્સાહન આપવાનો છે. આ સુધારેલા માળખામાં, શ્રી શેખાવત, બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉત્તમ ટિબ્રેવાલને રિપોર્ટ કરવાનું ચાલુ રાખશે.

આ અંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના સ્થાપક અને એમડી અને સીઇઓ શ્રી સંજય અગ્રવાલે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે “ગ્રામીણ અર્થવ્યવસ્થાને સમજવામાં અમારા 28 વર્ષના અનુભવને આધારે, અમે અમારી વિવિધ પહેલ, સમુદાયમાં વાર્તાલાપ તથા વર્કશોપ્સ દ્વારા દ્વારા ગ્રામીણ આંતરદ્રષ્ટિની ગહન સમજ પ્રદર્શિત કરી છે. આનાથી ત્યાં સાઇકલ્સ દ્વારા ડિલિવર કરીને તથા વિકસાવી શકાય અને ટકાઉ હોય તેવા નાણાંકીય સમાવેશનું મોડલ સ્થાપિત કરી શકાયું છે. અમે અમારી પોતાની વ્યાપકતાનો ઉપયોગ કરીને અને મોટા ઇકોસિસ્ટમ સાથે સહયોગ કરીને ગ્રામીણ ગ્રાહક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્વદેશ બેંકિંગની કાળજીપૂર્વક રચના કરી છે જેથી મોટી સંભાવનાઓ ધરાવતા સ્થાનિક વ્યવસાયોને આગળ વધારી શકાય અને આખરે આપણા દેશના સામાજિક-આર્થિક માળખાને ઉન્નત બનાવી શકાય.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સ્વદેશ બેંકિંગ સાથે, અમારું વિઝન સ્પષ્ટ છે એટલે કે, ગ્રામીણ ભારતના દરેક ખૂણાને અનુકૂળ નાણાંકીય ઉકેલો સાથે સશક્ત બનાવવા કે જે પ્રગતિ અને સમૃદ્ધિને પ્રજ્વલિત કરે છે. આ પહેલ માત્ર બેંકિંગ કરતાં વધુ છે અને તે દરેક ગામ અને નગરમાં તકો વધારવા, આત્મનિર્ભરતા કેળવવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવાની પ્રતિબદ્ધતા છે.”

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More