Site icon

અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરશે ઓસ્ટ્રેલિયન સરકાર, મીડિયા રિપોર્ટ્સમાં દાવો

અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરશે ઓસ્ટ્રેલિયન સરકાર, મીડિયા રિપોર્ટ્સમાં દાવો હિન્ડેનબર્ગના અહેવાલે અદાણી જૂથને ભારે ફટકો આપ્યો છે અને કંપનીના શેરમાં ઘટાડો થયો છે. હવે સમાચાર આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર પણ હિંડનબર્ગ રિપોર્ટની સમીક્ષા કરી રહ્યા છે.

Australias Corporate Regulator to Review Hindenburg's Adani Report

અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરશે ઓસ્ટ્રેલિયન સરકાર, મીડિયા રિપોર્ટ્સમાં દાવો

News Continuous Bureau | Mumbai

હિન્ડેનબર્ગના અહેવાલે અદાણી જૂથને ( Hindenburg’s Adani Report ) ભારે ફટકો આપ્યો છે અને કંપનીના શેરમાં ઘટાડો થયો છે. હવે સમાચાર આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર પણ હિંડનબર્ગ રિપોર્ટની સમીક્ષા કરી રહ્યા છે. મહત્વનું છે કે અમેરિકન ફર્મ હિંડનબર્ગે ગત 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ પર સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવીને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના અખબાર એક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર્સ ( Australias Corporate Regulator) પણ આ મામલાની ( Review  ) તપાસ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

જોકે, હજુ સુધી ઓસ્ટ્રેલિયન કોર્પોરેટ રેગ્યુલેટર ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશને આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ ઓસ્ટ્રેલિયામાં પણ બિઝનેસ કરે છે અને ત્યાં ગ્રૂપ કારમાઈકલ કોલ માઈન અને એબોટ પોઈન્ટ પોર્ટનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચ એક નાણાકીય સંશોધન કંપની છે, જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ ડેટાનું વિશ્લેષણ કરે છે. આ કંપની કોર્પોરેટ જગતના ખોટા કાર્યોનો પર્દાફાશ કરવા માટે જાણીતી છે.

આ સમાચાર પણ વાંચો : Budget 2023 Memes: બજેટ પછી સોશિયલ મીડિયા પર ઉમટ્યું મીમ્સનું ઘોડાપૂર, પેટ પકડીને હસશો એવા છે યુઝર્સના રિએક્શન.. જુઓ વાયરલ મીમ્સ..

જોકે, હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથે પણ પ્રતિક્રિયા આપી છે અને હિંડનબર્ગના અહેવાલને ભારત પરના હુમલાનું કાવતરું ગણાવ્યું છે. અદાણી ગ્રુપે આ અહેવાલને પાયાવિહોણો અને બદનક્ષીભર્યો ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ કંપનીની જ વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version