News Continuous Bureau | Mumbai
Bajaj Finance: બજાજ ફાઈનાન્સને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં, કેન્દ્રીય બેંકે તાત્કાલિક અસરથી કંપની પર લગાવવામાં આવેલ ઈકોમ અને ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ પ્રતિબંધને હટાવી દીધા છે. જે બાદ આજે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો.
વાસ્તવમાં આજે બજાર ખુલ્યા પછી, બજાજ ફાઇનાન્સ લિમિટેડના શેરમાં ( Stock Market ) લગભગ 8 ટકાનો વધારો થયો હતો, ત્યારબાદ તેની માર્કેટ મૂડી 4.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી. પ્રતિબંધ હટાવ્યા બાદ, BSE પરનો સ્ટોક 7.54 ટકા વધીને રૂ. 7,400ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. તો NBFCsએ માર્કેટ કેપિટલાઇઝેશન (M-cap) ઇન્ટ્રાડેમાં રૂ. 32,000 કરોડ ઉમેર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 6 ઓક્ટોબરે કંપનીનો શેર રૂ. 8,190.00ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.
Bajaj Finance: બજાજ કંપની દ્વારા લેવામાં આવેલા સુધારાત્મક પગલાં વિશે શેર બજારને માહિતી આપી હતી..
આરબીઆઈએ ( RBI ) આ પ્રતિબંધ હટાવી દીધા બાદ કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ‘RBIએ 2 મે, 2024ના રોજના તેના પત્ર દ્વારા ઈ-કોમ અને ઓનલાઈન ડિજિટલ ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ ( Insta EMI Card ) પરના પ્રતિબંધને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા લેવામાં આવેલા સુધારાત્મક પગલાં વિશે શેર બજારને માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે, બજાજ ફાઇનાન્સ નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ કહ્યું કે તેણે આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલા નિયમનકારી નિયંત્રણોના જવાબમાં જરૂરી ફેરફારો કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Narendra Modi : Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે મારા શત્રુ નથી. સમય આવે હું મદદ માટે દોડી જઈશ.
નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આરબીઆઈએ ડિજિટલ લોન માર્ગદર્શિકાની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ બજાજ ફાઈનાન્સ પર આ પ્રતિબંધ મૂક્યો હતો. આરબીઆઈના આ નિર્ણયને કારણે ચોથા ક્વાર્ટરમાં કંપનીના નફામાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય કંપનીના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)