News Continuous Bureau | Mumbai
Bank FD Rates: જે લોકોને નિયમિત અને સુરક્ષિત આવક જોઈએ છે તેઓ મોટા ભાગે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ ( Bank Fixed Deposit ) માં રૂપિયા રાખવાનું પસંદ કરતા હોય છે. તેમાં પણ જે બેન્કો ( Bank ) વધારે ઉંચું વ્યાજ ચૂકવતી હોય તેના માટે ઈન્વેસ્ટરમાં વધુ આકર્ષણ જોવા મળે છે. હાલમાં ઘણી બેન્કો સિનિયર સિટિઝનને 8.50 ટકાથી લઈને 9.25 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ( RBI ) ના એક નવા નિયમના કારણે બેન્કોએ એફડી ( FD ) પર 10 ટકા સુધી વ્યાજ ઓફર કરવું પડે તેવી શક્યતા છે.
તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લીધેલા નિર્ણય પ્રમાણે નોન-કોલેબલ ડિપોઝિટની ( non-callable deposit ) ઈન્વેસ્ટમેન્ટ લિમિટ વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ફુગાવાનો દર ( Inflation rate ) વધવાની શક્યતા છે. થોડા મહિનાઓમાં બેન્ક એફડીના વ્યાજના દરમાં વધારો થાય ત્યારે તમે ટર્મ ડિપોઝિટમાં રોકાણ કરીને ફાયદો મેળવી શકો છો.
છેલ્લા એક દાયકાથી બેન્ક એફડીના રેટ બહુ નીચા હતા. પરંતુ ત્યાર પછી વર્ષ 2022માં રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. એપ્રિલ 2023થી સેન્ટ્રલ બેન્કે રેપો રેટ વધારવાનું બંધ કરી દીધું છે અને યથાવત સ્થિતિ જાળવી રાખી છે. આ દરમિયાન બેન્કોએ પણ એફડીના દર વધાર્યા હતા. પરંત હવે તેમણે ફિક્સ્ડ ડિપોઝિટના રેટ સ્થિર કરી નાખ્યા છે.
પંજાબ નેશનલ બેન્કે ( Punjab National Bank ) એફડી માટેનો રેટ 5.50 ટકાથી વધારીને 6 ટકા કર્યો…
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો તેના કારણે બેન્કોએ લોનના દર તો અઢી ટકા જેટલા વધારી દીધા, પરંતુ તેની સામે એફડીના રેટમાં એટલો વધારો નથી થયો. રેટમાં વધારાની આ અસર એફડીના ડિપોઝિટર્સને આપવાની બાકી છે. સરકારે ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી તેના કારણે બેન્કોને એફડીના રેટ વધારવામાંથી મોટી રાહત મળી ગઈ છે. મે મહિનામાં 2000ની નોટ પરત ખેંચવામાં આવી તેના કારણે સિસ્ટમમાં લિક્વિડિટી વધી ગઈ. બેન્કો પાસે ઢગલાબંધ રૂપિયા જમા થવા લાગ્યા. તેથી બેન્કોને એફડી મેળવવા માટે રેટ વધારવાની જરૂર પડી ન હતી. પરંતુ હવે ફિક્સ્ડ ડિપોઝિટના દર વધારવા પડશે.
આ સમાચાર પણ વાંચોઃ NPCI New Guidelines: UPI પેમેન્ટને લઇને મોટું અપડેટ, 31મી ડિસેમ્બરથી થશે આ મોટો ફેરફાર.. જાણો શું છે આ અપડેટ.. વાચો અહીં..
એટેઈનિક્સ કન્સલ્ટિંગના સ્થાપક અભિજિત તાલુકદારે કહ્યું કે કેટલીક બેન્કોએ એફડીના રેટ ઘટાડવાની શરૂઆત કરી હોઈ શકે છે પરંતુ આ હજુ પ્રિમેચ્યોર છે. આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક દ્વારા રેટ ઘટાડવામાં આવે તેવી શક્યતા ઓછી છે, પરંતુ બેન્કોએ એફડીના રેટ વધારવા પડે તેવી પૂરી શક્યતા છે.
બેન્કોને એવી FD જોઈતી હોય છે જે લાંબા સમય સુધી તેમની પાસે રહે. RBIએ 26 ઓક્ટોબર 2023ના ઓર્ડરથી નોન કોલેબલ ટર્મ ડિપોઝિટ માટે લઘુતમ રકમ 15 લાખથી વધારીને એક કરોડ કકરી હતી. અગાઉ બેન્કો પ્રિમેચ્યોર ઉપાડની સુવિધા ન હોય તેવી એફડી માટે વધુ ઉંચા દર ઓફર કરતી હતી. હવે આ લિમિટ 15 લાખથી વધીને એક કરોડ રૂપિયા થઈ હોવાના કારણે બેન્કોએ અન્ય ડિપોઝિટ માટે પણ વ્યાજનો દર વધારવો પડશે જેથી તેમને વધુ ફંડ મળી શકે.
કેટલીક બેન્કો અત્યારે પણ ચોક્કસ સમયગાળા માટે વ્યાજદરમાં વધારો કરી રહી છે. ઉદાહરણ તરીકે પંજાબ નેશનલ બેન્કે નવેમ્બરમાં 180 દિવસથી 270 દિવસની એફડી માટેનો રેટ 5.50 ટકાથી વધારીને 6 ટકા કર્યો છે. 271 દિવસથી લઈને એક વર્ષથી ઓછા સમયગાળા માટે રેટ 5.80 ટકાથી વધારીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેન્કે વ્યાજદર 7 ટકાથી વધારીને 7.10 ટકા કર્યો છે.