Bank Holiday: બેંકના મહત્ત્વના કામો આ મહિને જ પુર્ણ કરી દો.. આવતા મહિને તહેવારોની ભરમાર.. બેંક અડધો મહિનો રહેશે બંધ….. જુઓ રજાની સંપુર્ણ લિસ્ટ..

Bank Holiday: રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ 2023માં બેંક કુલ 14 દિવસ બંધ રહેશે.

by Akash Rajbhar
- Bank Holidays in August: Banks to remain close for 14 days, know dates here

 News Continuous Bureau | Mumbai 

Bank Holiday: સામાન્ય રીતે બેંક (Bank) માં દરેક લોકો કામ રહેતા હોય છે. બેંક સામાન્ય વ્યક્તિથી માંડીને અમીર વર્ગ દરેક માટે નાણાંકીય વ્યવહારો કરવા માટે મહત્વની ગણાય છે. જેમા કોઈને તેમના ખાતામાં પૈસા જમા કરવવાના હોય છે તો કોઈને ખાતામાંથી પૈસા કાઢવાના હોય છે. તો અત્યારે કેટલાક લોકોને જુની નોટો બદલાવા માટે પણ બેંકમાં આટા મારવા પડતા હોય છે. પરંતુ જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો બેંક સાથે જોડાયેલી મહત્વની કામગીરી અત્યારે પુરી કરી દેવી જોઈએ. કારણ કે આ મહિનામાં બેંકમાં ઘણી રજાઓ આવતી હોવાથી બેંક લગભગ અડધો મહિનો બંધ રહેશે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ 2023માં બેંક કુલ 14 દિવસ બંધ રહેશે.

ઓગસ્ટ મહિનો રજાઓથી ભરેલો છે

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ આવે છે. આ મહિનામાં તહેવારો, જન્મજયંતિ તેમજ રેગ્યુલર રીતે આવતા શનિવાર અને રવિવારના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. આ સિવાય ઓણમ, રક્ષાબંધનના કારણે દેશના મોટા ભાગોમાં બેંકો બંધ રહેશે. અને જો એવામાં તમારે પણ આગામી મહિનામાં કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હોય તો રજાના લિસ્ટ મુજબ તમારું પ્લાનિંગ કરીને આ મહિનામાં જ આ કામ પૂરું કરી લેવુ જોઈએ.

ઓગસ્ટમાં(August) બેંકો આટલા દિવસો બંધ રહેશે
6 ઓગસ્ટ, 2023 – રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે
8 ઓગસ્ટ, 2023 – ગંગટોકમાં ટેન્ડોંગ લો રમ ફાટના કારણે રજા રહેશે
12 ઓગસ્ટ, 2023- બીજા શનિવારે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
13 ઓગસ્ટ, 2023- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
15 ઓગસ્ટ, 2023- સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
16 ઓગસ્ટ, 2023- પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
18 ઓગસ્ટ, 2023- શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
20 ઓગસ્ટ, 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
26 ઓગસ્ટ, 2023 – ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે
27 ઓગસ્ટ, 2023- દેશભરની બેંકોમાં રવિવારની રજા રહેશે
28 ઓગસ્ટ, 2023 – પ્રથમ ઓણમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
29 ઓગસ્ટ, 2023 – તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા
30 ઓગસ્ટ, 2023 જયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે
31 ઓગસ્ટ, 2023 – રક્ષા બંધન / શ્રી નારાયણ ગુરુ જયંતિ / પંગ-લાબસોલનો તહેવાર હોવાના કારણે ગુજરાત, દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બેંક રજા

જ્યારે બેંક બંધ હોય ત્યારે કામ સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

નવી ટેક્નોલોજીના કારણે આજકાલ મોટાભાગના ગ્રાહકો બેંક બંધ હોય તો પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે તે નેટ બેન્કિંગ(Net banking), મોબાઈલ બેન્કિંગ(Mobile banking) અથવા યુપીઆઈ (UPI) જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ જ પ્રમાણે તમે કેશ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી તમારુ કામ પુરુ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Deepika Chikhalia: ‘રામાયણ’ની ‘સીતા’એ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, જાણો શા માટે દીપિકા ચિખલિયાએ પીએમ મોદીના ઉગ્ર વખાણ કર્યા.. જુઓ વિડીયો..

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More