ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો પૂરો થવાના આરે છે. 6 દિવસ બાકી છે પછી નવું વર્ષ શરૂ થઈ જશે. આ બધા વચ્ચે બેંક સંલગ્ન અનેક એવા કામ છે જે તમારા માટે આ મહિનાના અંતમાં પૂરા કરવા જરૂરી છે. જો તમે આ મહિનામાં બેંક સંલગ્ન કામ કરવાના છો તો ફટાફટ પતાવી લો.
વાત જાણે એમ છે કે આરબીઆઈ તરફથી બહાર પડેલા રજાઓના લિસ્ટ મુજબ આજથી ડિસેમ્બરમાં બેંકમાં 5 રજાઓ છે. જો કે તેમાં અનેક સ્થાનિક રજાઓ પણ સામેલ છે.
ડિસેમ્બરમાં બેંક 16 દિવસ માટે બંધ રહેશે, જેમાં 4 રજાઓ રવિવારની છે. આમાંની ઘણી રજાઓ પણ સતત ઘટી છે. આ મહિનામાં નાતાલનો તહેવાર આવે છે, જેની રજા દેશની લગભગ તમામ બેંકમાં આપવામાં આવે છે. જો કે દરેક જગ્યાએ બેંક 16 દિવસ બંધ નથી રહેવાની કારણ કે કેટલીક રજાઓ સ્થાનિક હોવાના કારણે, તથા સ્થાન વિશેષ પર જ બેંકોમાં રજા રહેશે.
રજાઓનું લિસ્ટ
25 ડિસેમ્બર-ક્રિસમસ (બેંગ્લુરુ અને ભુવનેશ્વરને બાદ કરતા બધે બેંક બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)
26 ડિસેમ્બર- રવિવાર (સાપ્તાહિક રજા)
27 ડિસેમ્બર- ક્રિસમસ સેલિબ્રેશન (આઈઝોલમાં બેંક બંધ)
30 ડિસેમ્બર- યુ કિયાંગ નોંગબાહ (શિલોંગમાં બેંક બંધ)
31 ડિસેમ્બર- ન્યૂયર ઈવનિંગ (આઈઝોલમાં બેંક બંધ)