News Continuous Bureau | Mumbai
Bank Holidays: નાતાલનો ( Christmas ) તહેવાર આજથી શરુ થઈ ગયો છે, નાતાલના કારણે બેંકોમાં ( Banks ) લાંબી રજાઓ રહેશે. કેટલાક રાજ્યોમાં, નાતાલના કારણે બેંકોમાં સતત પાંચ દિવસ રજા રહેશે. આ વર્ષના હવે માત્ર 9 દિવસ બાકી છે તેમાંથી સાત દિવસ બેંક રજાના છે…
આવી સ્થિતિમાં, જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવું હોય રજાના વચ્ચમાં જે બે દિવસ છે તેમાં સમસયસર પતાવો. જેથી તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ચાલો જાણીએ કે નાતાલના અવસર પર કયા રાજ્યોમાં બેંકો સતત કેટલા દિવસો સુધી બંધ રહેશે
બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે
ક્રિસમસના કારણે આજે દેશભરમાં બેંકો બંધ ( Banks closed ) રહેશે. ઘણા રાજ્યોમાં ક્રિસમસની ઉજવણીના ( Christmas celebration ) કારણે 26 અને 27 ડિસેમ્બરે પણ બેંકોમાં રજા રહેશે. આવી સ્થિતિમાં પાંચ દિવસની રજાના કારણે લોકોને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સમસ્યાઓથી બચવા માટે, તમે રાજ્યો અનુસાર રજાઓની સૂચિ જોઈને બેંક જવાની યોજના બનાવી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: માર્વે અને મનોરી વિવાદ વચ્ચે રોરો જેટીનું બાંધકામ ફરી શરુ.. લોકોના વિરોધમાં વધારો.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાચો અહીં..
આ રાજ્યોમાં પાંચ દિવસ બેંકો રહેશે બંધ-
25 ડિસેમ્બર, 2023- ક્રિસમસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 ડિસેમ્બર, 2023- નાતાલની ઉજવણીને કારણે આઈઝોલ, કોહિમા, શિલોંગમાં બેંકો બંધ રહેશે.
27 ડિસેમ્બર, 2023- નાતાલના કારણે કોહિમામાં બેંકો બંધ રહેશે.
30 ડિસેમ્બર, 2023- યુ ક્વિઆંગને કારણે શિલોંગમાં બેંકો બંધ રહેશે.
31 ડિસેમ્બર, 2023- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી બેંક બંધ રહેવાને કારણે, ગ્રાહકોના ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટવાઇ જાય છે. પરંતુ બદલાતી ટેક્નોલોજીએ ઘણા કાર્યોને સરળ બનાવી દીધા છે. તમે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે મોબાઈલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. UPI દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. તમે રોકડ ઉપાડ માટે ATM નો ઉપયોગ કરી શકો છો.