Site icon

મોંઘવારીથી અમેરિકા અને બ્રિટનની પણ કફોડી હાલત- બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજદરમાં ત્રણ દાયકામાં સૌથી મોટો વધારો કર્યો- જાણો શું થશે અસર

 News Continuous Bureau | Mumbai

બેંક ઓફ ઈંગ્લેન્ડે(Bank of England) ગુરુવારે વ્યાજનો આધાર દર(Base of interest) 0.75 % વધારીને 3 % કરી દીધો છે. આ ત્રણ દાયકાથી વધુનો સૌથી મોટો વધારો છે. વ્યાજ દરમાં વધારા અંગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે કહ્યું છે કે, બ્રિટન(Britain) પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યું છે અને તે લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. સેન્ટ્રલ બેંકે (Central Bank) આગામી વર્ષોમાં ઊંચા ફુગાવા અને બેરોજગારી દર(Inflation and unemployment rates) સાથે બ્રિટિશ અર્થતંત્રમાં(British economy) લાંબા સમય સુધી સંકોચન થવાની ચેતવણી આપી છે. તેમના મતે, બ્રિટનમાં રેકોર્ડ બનવાની શરૂઆત થયા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત સતત આઠ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે, બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ કહ્યું છે કે તેની અસર 2008-09 અને 1980ના દાયકામાં આવેલી મંદી કરતાં ઓછો છે.

Join Our WhatsApp Community

જણાવી દઈએ કે, બ્રિટનની સેન્ટ્રલ બેંકે રશિયાના યુક્રેન(russia ukraine war) પર આક્રમણ અને ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રુસની(Former Prime Minister Liz Truss) તાજેતરની વિનાશક આર્થિક નીતિઓ પછી વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે નિર્ણય લીધો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો મુખ્ય વ્યાજ દર હવે 0.75 % વધીને 3 % થયો છે.

આ સમાચાર પણ વાંચો: બજેટ સ્માર્ટફોન- 10-000ના બજેટમાં ઉપલબ્ધ છે શાનદાર ફીચર્સ સાથેના આ સ્માર્ટફોન- જુઓ લિસ્ટ

આ દરમિયાન બેંક ઓફ ઈંગ્લેન્ડે સતત 8મી વખત વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે દર્શાવે છે કે, ઈંગ્લેન્ડમાં મોંઘવારીનું સંકટ ઘણું મોટું છે અને કેન્દ્રીય બેંક અને સરકારના તમામ પ્રયાસો છતાં લોકોને મોંઘવારીથી રાહત મળી રહી નથી. બ્રિટનના નવનિયુક્ત વડાપ્રધાન ઋષિ સુનક(Rishi Sunak) માટે આ સૌથી મોટો પડકાર છે.

 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version