Site icon

મહત્વના સમાચાર- ઓક્ટોબર મહિનામાં બેંકો આટલા દિવસો બંધ રહેશે- બેંકના કામકાજ આ મહિનામાં જ પૂરા કરી લેજો

News Continuous Bureau | Mumbai

ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે  ઓક્ટોબરમાં જો તમને બેંકના મહત્વના કામકાજ (important work) પતાવવાના છે, તો તમારી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા તહેવારનો કારણે દેશભરમાં 15 દિવસ બેંક બંધ (Bank closed) રહેવાની છે.

Join Our WhatsApp Community

દશેરા-દિવાળી(Dussehra-Diwali) વગેરે તહેવારને કારણે બેંકમાં રજા હશે. તેથી તે પહેલા જ બેંકના કામ સમયસર પૂર્ણ કરો અન્યથા તહેવારોની રજાઓને કારણે ખાતાધારકોને અસુવિધા થઈ શકે છે.

RBI એ તેની સત્તાવાર વેબસાઈટ(Official website) પર રજાઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર, ઓક્ટોબર 2022માં દેશભરમાં બેંકો 15 દિવસ બંધ રહેશે, પરંતુ મહારાષ્ટ્રમાં માત્ર 10 દિવસ બેંક બંધ રહેશે. ઓક્ટોબર મહિનામાં દેશના વિવિધ ભાગોમાં તહેવારો ઉજવવામાં આવે છે. જેમાં દુર્ગા પૂજન, દશેરા, દિવાળી જેવા મહત્વના તહેવારોનો સમાવેશ થાય છે. જ્યારે બેંકો બંધ હશે, ત્યારે ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ(Internet banking), નેટ બેંકિંગ(Net Banking) અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : હવે પ્રોડક્ટ્સની ફેક રિવ્યૂ કરાવનાર કંપનીઓની ખેર નથી- સરકાર ફટકારશે મસમોટો દંડ- કરશે આકરી કાર્યવાહી

ઓક્ટોબર 2022 માં રજાઓની યાદી (List of holidays) નીચે મુજબ છે.

ઓક્ટોબર 1 – સિક્કિમમાં બેંકો બંધ, મહારાષ્ટ્રમાં રજા નથી

ઓક્ટોબર 2 (રવિવાર) – મહાસપ્તમી, ગાંધી જયંતિ – દેશના તમામ રાજ્યોમાં બેંકો બંધ

ઓકટોબર 3 (સોમવાર) – મહાઅષ્ટમી – દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ છે, મહારાષ્ટ્રમાં રજા નથી

ઓક્ટોબર 4 (મંગળવાર) – મહાનવમી – દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ, મહારાષ્ટ્રમાં રજા નથી

5મી ઓકટોબર (બુધવાર) – દેશના મોટાભાગના રાજ્યોની સાથે મહારાષ્ટ્રમાં દશેરા – બેંક હોલિડે

ઓક્ટોબર 8 – મહિનાનો બીજો શનિવાર

ઓકટોબર 9 – રવિવાર

ઓક્ટોબર 16 – રવિવાર

ઓક્ટોબર 22 – મહિનાનો ચોથો શનિવાર

23 ઓક્ટોબર – રવિવાર

24 ઓક્ટોબર – દિવાળી

25મી ઓક્ટોબર – દિવાળી (26 ઑક્ટોબર ભાઈબીજે પણ કેટલીક બૅન્કો બંધ રહેશે)

30 ઓક્ટોબર – રવિવાર
 

આ સમાચાર પણ વાંચો : ATMમાંથી પૈસા કાઢતી વખતે ન કરો આ 6 ભૂલો-નહીં તો ખાલી થઈ જશે તમારું ખાતું

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version