ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
આવતી કાલથી એટલે કે પહેલી ફેબ્રુઆરી 2022થી દેશમાં ઘણા નિયમો બદલાઈ રહ્યા છે, જેમાં બેંકિંગથી લઈને રાંધણગેસના ભાવમાં ફેરફારનો સમાવેશ થશે. પહેલી ફેબ્રુઆરીથી બદલાતા નિયમોની અસર સીધી ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી અગ્રણી બેંક છે. બેંકના ટ્રાન્ઝેક્શન રેટમાં કોઈપણ ફેરફાર સામાન્ય જનતાને અસર કરે છે. પહેલી ફેબ્રુઆરીથી બેંકના IMPS (ઈમીડીયીટ પેમેન્ટ સર્વિસ)દરમાં ધરખમ ફેરફાર થશે. SBI હવે 2 લાખ રૂપિયા સુધીના IMPS ચાર્જ નહીં કરે. જો કે, બે લાખથી પાંચ લાખ વચ્ચેના વ્યવહારો પર 20રૂપિયાનો જીએસટી વસૂલવામાં આવશે.
પંજાબ નેશનલ બેંકએ પણ પોતાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ હેઠળ, જો ખાતામાં ભંડોળના અભાવને કારણે તમારો હપ્તો અથવા રોકાણ એકાઉન્ટમાંથી કપાતું નથી, તો તમારે 250 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. અત્યાર સુધી દંડ 100 રૂપિયા હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને, તેમ છતાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર; જાણો શું છે કારણ
બેંક ઓફ બરોડાના કેટલાક નિયમો એક ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યા છે. ચેક વટાવવાના નિયમનો સમાવેશ થાય છે. તદનુસાર, બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ હવે એક ફેબ્રુઆરીથી ચેક દ્વારા પૈસા ઉપાડવા માટે પોઝિટિવિટી પે સિસ્ટમનું પાલન કરવું પડશે. ચેક સંબંધિત માહિતી આપ્યા બાદ જ ચેક કેશ થશે. આ નિયમ 10 લાખથી વધુ માટે લાગુ પડશે.
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાના પહેલા દિવસે બદલાય છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. તે સિવાય પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. તેથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે કે નહીં તે આવતી કાલે જ ખબર પડશે.